1
|
અને યૂસફના પુત્ર મનાશ્શાના કુટુંબોમાંથી મનાશ્શાના પુત્ર માંખીરના પુત્ર ગિલયાદના પુત્ર હેફેરના પુત્ર સલોફહાદની પુત્રીઓનાં નામ માંહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ હતા. |
2
|
તેમણે મૂસાની તથા એલઆઝારની અને સમગ્ર સમાંજના આગેવાનોની સમક્ષ મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ હાજર થઈને દાવો રજૂ કર્યો કે, |
3
|
“અમાંરા પિતા રણમાં મૃત્યુ પામ્યા હતા. યહોવા સામે બળવો કરનાર કોરાહની ટોળીમાં તે ન્હોતા. તે તેમના પોતાના પાપે જ મૃત્યુ પામ્યા હતા અને તેમને કોઈ પુત્ર ન્હોતો. |
4
|
અમાંરા પિતા અપુત્ર હતા એટલા જ કારણસર તેમનું નામ કુટુંબમાંથી શા માંટે ભૂંસાઈ જાય? અમાંરા પિતાના ભાઈઓની સાથે અમે પણ વારસો આપવામાં આવે.” |
5
|
એટલે મૂસાએ આ બાબત યહોવા સમક્ષ લાવી. |
6
|
અને યહોવાએ તેને કહ્યું, |
7
|
“સલોફહાદની પુત્રીઓની વાત બરાબર છે. એ લોકોને પણ એમના પિતાના ભાઈઓની સાથે તું તેમને ભાગ આપ; તેમના પિતા જીવતાં હોત તો જે વારસો તેમને આપવામાં આવ્યો હોત તે તું તેઓને આપ. |
8
|
“તે ઉપરાંત તમાંરા સૌ માંટે આ સામાંન્ય કાનૂન છે: ‘તું ઇસ્રાએલીઓને આ પ્રમાંણે કહે; જો કોઈ વ્યક્તિ અપુત્ર મૃત્યુ પામે તો તેની મિલકત તેની પુત્રીને મળે. |
9
|
જો તેને પુત્રી પણ ના હોય, તો તેની મિલકત તેના ભાઈઓને મળે. |
10
|
જો તેને ભાઈઓ પણ ના હોય, તો તેની મિલકત તેના કાકાઓને મળે. |
11
|
અને જો તેને કાકાઓ ન હોય, તો તેની મિલકત તેના સૌથી નજીકનાં સગાને મળે, અને તે તેનો માંલિક બને. મેં યહોવાએ મૂસાને આજ્ઞા કરી છે તે મુજબ આ કાયદો સૌ ઇસ્રાએલી પ્રજાએ પાળવાનો છે.”‘ |
12
|
યહોવાએ મૂસાને કહ્યું, “તું આ અબારીમના પર્વત પર ચઢી જા અને ઇસ્રાએલી પ્રજાને મેં જે ભૂમિ આપી છે તે જોઈ લે. |
13
|
તારો ભાઈ હારુન મૃત્યુ પામ્યો તેમ તું પણ તે ભૂમિને જોયા પછી મૃત્યુ પામશે. |
14
|
કારણ કે સીનના રણમાં જયારે સમગ્ર સમાંજે ઝરણા આગળ માંરી સામે ઝઘડો કર્યો હતો, ત્યારે તમે માંરી આજ્ઞાનો ભંગ કર્યો હતો: તમે તેમની આગળ માંરી શક્તિ વિષે અવિશ્વાસ પ્રગટ કર્યો અને લોકોને બતાવ્યુ નહિ કે હું પવિત્ર છું.” સીનના રણમાં આવેલા કાદેશ નજીકના ‘મરીબાહ’ના ઝરણાની આ વાત છે. |
15
|
ત્યારબાદ મૂસાએ યહોવાને કહ્યું, |
16
|
“હે યહોવા, સર્વ માંનવજાતના આત્માંઓના દેવ, આ તમને માંરી અરજ છે કે હવે આ સમાંજનો કોઈ આગેવાન પસંદ કરો. |
17
|
જે એમની આગળ રહે અને બધી જ બાબતોમાં માંર્ગદર્શન આપે, જેથી તમાંરા લોકો ભરવાડ વગરનાં ઘેટાં જેવા ન રહે.” |
18
|
યહોવાએ મૂસાને જવાબ આપ્યો, “નૂનનો પુત્ર યહોશુઆ શક્તિશાળી માંણસ છે. |
19
|
તું તેને યાજક એલઆઝાર તથા સમગ્ર સમાંજ સમક્ષ ઊભો કર, પછી તેના માંથા પર હાથ મૂકી તેમના દેખતાં જ તેને તારો ઉત્તરાધિકારી નિયુક્ત કર. |
20
|
“અને પછી તારી કેટલીક સત્તા તેને સોંપ, જેથી ઇસ્રાએલીઓનો સમગ્ર સમાંજ તેની આજ્ઞામાં રહે. |
21
|
તેણે માંરી ઈચ્છા જાણવા માંટે યાજક એલઆજાર પાસે જવું પડશે. પછી એલઆઝાર યહોવા સમક્ષ ઉરીમ પાસો નાખીને યહોવાને જવાબ મેળવશે. આ રીતે એલઆઝાર યહોશુઆને અને સમગ્ર ઇસ્રાએલી સમાંજને તેમની બધી બાબતમાં માંર્ગદર્શન આપશે.” |
22
|
એટલે મૂસાએ યહોવાના કહ્યા પ્રમાંણે કર્યું. તેણે યહોશુઆને લઈ જઈને યાજક એલઆઝાર તથા સમગ્ર ઇસ્રાએલી સમાંજ સમક્ષ રજૂ કર્યો. |
23
|
અને સૌ લોકોની હાજરીમાં મૂસાએ તેને માંથે હાથ મૂકીને તેને યહોવાએ જણાવ્યા મુજબ ઉત્તરાધિકારી નિયુક્ત કર્યો. |
Numbers 27:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...