નીચેનામાંથી કોઈ પણ અર્પણ માંટે બલિદાન કરવા યહોવા સમક્ષ તમે બળદ, ઘેટું કે બકરું લાવી શકો: દહનાર્પણ, પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માંટેનું અર્પણ, કે પ્રતિજ્ઞાની ભેટ, કે ઉજાણી દરમ્યાન થતાં અર્પણો એ અર્પણોની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે, તેથી તમાંરે નીચેના નિયમોનું પાલન કરવું:
તમાંરે 16 વાટકા ઝીણા દળેલા લોટમાં ગેલનના ચોથા ભાગનું તેલ ભેળવીને ખાદ્યાર્પણ તરીકે અને દોઢ લીટર દ્રાક્ષારસ પેયાર્પણ તરીકે ચઢાવવો, આ બલિદાનની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
યહોવાને અર્પણ ચઢાવનાર તમાંરી સાથે કાયમી ધોરણે કે થોડા સમય માંટે વસતો વિદેશી હોય તો પણ તેણે એ જ નિયમનું પાલન કરવું, અર્પણની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
આ કાનૂનો તમાંરે માંટે તથા તમાંરી સાથે રહેતા વિદેશીઓ માંટે સમાંન છે, અને તે કાયમ માંટે તમે અને તમાંરા વંશજોને બંધનકર્તા છે. યહોવા સમક્ષ સ્વદેશી અને વિદેશી સરખા જ છે.
અને જો આખા સમાંજે અજ્ઞાનતાને કારણે ભૂલ કરી હોય, તો તેઓ દહનાર્પણ તરીકે વાછરડું બલિદાનમાં આપે. અને તેની સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ રજૂ કરે. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થશે. આ સાથે પાપાર્થાર્પણ માંટે એક બકરાનું પણ બલિદાન કરવું.
“યાજકે સમગ્ર ઇસ્રાએલી સમાંજ માંટે પ્રાયશ્ચિતની વિધિ કરવી, તેથી તેમને પણ માંફ કરવામાં આવશે. કારણ, એ શરતચૂક હતી અને એ શરતચૂક માંટે તેઓએ યહોવાને આહુતિ પણ ચઢાવ્યાં છે.
“પણ જો કોઈ વ્યક્તિ પછી તે ઇસ્રાએલી વતની હોય કે વિદેશી હોય, જાણી જોઈને ઈરાદાપૂર્વક પાપ કરે તો તે યહોવાનું અપમાંન કરે છે. એવા માંણસનો બહિષ્કાર કરવો અને સમાંજથી અલગ રાખવો,
કારણ કે, તેણે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન ઈરાદાપૂર્વક કર્યું છે. તેણે યહોવાની અવજ્ઞા કરી છે. તેથી એ માંણસનો સંપૂર્ણ બહિષ્કાર કરવો. એના પાપની જવાબદારી એના એકલાના જ માંથે છે.”
(39-40) તમને એ ફૂમતું જોઈને માંરી બધી આજ્ઞાઓનું સ્મરણ થશે, તમે એનું પાલન કરશો તથા આ રીતે માંરી સેવામાં સમર્પિત રહેશો. તમે માંરાથી દૂર ભટકી જશો નહિ અને તમાંરા શરીરની ઈચ્છાઓ અને તમાંરી નજર જે જુએ છે તેની પાછળ ખેંચાશો નહિ, જેથી તમે એ ફૂમતાઓને જોશો ત્યારે માંરી બધી આજ્ઞાઓને યાદ કરી તેનું પાલન કરશો પછી તમે દેવના ખાસ લોકો બનશો.