યહોવા અમને એ દેશમાં શા માંટે લઈ જાય છે? ત્યાં અમે યુદ્ધમાં માંર્યા જઈશું અને અમાંરી સ્ત્રીઓ તથા બાળકોને તેઓ બાનમાં પકડી લેશે. આના કરતાં તો મિસર પાછા જવું સારું!”
યહોવાની વિરુદ્ધ બંડ ન કરશો, એ લોકોથી ડરશો નહિ, તે બધાને હરાવવા આપણે શક્તિમાંન છીએ. હવે તેમનું રક્ષણ કરનાર કોઈ રહ્યો નથી અને યહોવા આપણી સાથે છે, તેથી તેમનાથી જરાય ડરશો નહિ.”
યહોવાએ મૂસાને કહ્યું, “એ લોકો કયાં સુધી માંરી વિમુખ રહેશે? એમની વચ્ચે મેં આટલા બધા ચમત્કારો કર્યા છતાં પણ તેઓ માંરામાં વિશ્વાસ રાખતા નથી કયાં, સુધી તેઓ માંરા પર વિશ્વાસ રાખવાની ના પાડયા કરશે? હું મરકીનો રોગચાળો ફેલાવીને તેમનો નાશ કરીશ અને તારામાંથી હું એક નવી વધારે મહાન અને બળવાન પ્રજા ઉત્પન્ન કરીશ.”
તેમણે આ દેશની પ્રજાને પણ તે જણાવ્યું છે. એ લોકો જાણે છે કે, યહોવા અમાંરી વચ્ચે વસે છે અને તે અમને મોઢામોઢ દર્શન આપે છે, અમને તેમના વાદળની ઓથે મળે છે, એ લોકો જાણે છે કે, તમે દિવસે વાદળના સ્તંભરૂપે અને રાત્રે અગ્નિના સ્તંભરૂપે અમાંરી આગળ ચાલો છો.
તમે કહ્યું હતું કે, ‘હું યહોવા એકદમ ગુસ્સે થતો નથી, હું મહાન પ્રેમ અને વિશ્વાસ દર્શાવું છું, અને પાપ તથા અપરાધોની માંફી આપું છું તેમ છતાં પાપીઓના પાપની સજા ત્રીજી અને ચોથી પેઢીનાં બાળકો સુધી કરવાનું હું ચુકતો નથી.’ એ હવે સાચું પુરવાર કરો.
અમે મિસરમાંથી બહાર નીકળ્યા ત્યારથી આજપર્યંત દરેક સમયે તમે તેઓને માંફી આપી છે, તેમજ આજે પણ તમાંરી મહાનતા અને તમાંરા અટલ પ્રેમને કારણે તમે આ લોકોનાં પાપોને માંફ કરો એવી હું તમને આગ્રહપૂર્વક વિનંતિ કરું છું.”
પરંતુ માંરો સેવક કાલેબ અલગ પ્રકૃતિનો માંણસ છે, તે મને સંપૂર્ણપણે વફાદાર રહ્યો છે, તેથી જે દેશમાં એ જઈને આવ્યો છે તે દેશમાં હું એને લઈ જઈશ અને તેના સંતાન એના ધણી થશે.
મેં તમને જે દેશમાં વસાવવાનું વચન આપ્યું હતું તેમાં વીસ વર્ષના અને તેની ઉપરના તમાંરામાંના કોઈ પ્રવેશવા પામશે નહિ. ફકત યફૂન્નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ તેમાં પ્રવેશ કરશે.
“‘અને તમાંરામાંનો છેલ્લો માંણસ અરણ્યમાં મૃત્યુ પામશે નહિ ત્યાં સુધી તમાંરાં બાળકો અરણ્યમાં 40 વર્ષ સુધી ભરવાડ તરીકે રઝળશે; તેઓ દુઃખી થશે કેમકે તમે મને વફાદાર ન હતા.
ચાળીસ દિબસ સુધી તમે દેશમાં ફરીને તપાસ કરી હતી; તેમ તમે 40 વર્ષ સુધી અરણ્યમાં એકદિવસને બદલે એક વર્ષ સુધી તમાંરાં પાપોનો બોજ માંથે ઊચકીને ભટકશો ત્યારે તમને સમજાશે કે માંરી નારાજગીનું પરિણામ કેવું આવે છે?”
બીજે દિવસે વહેલી સવારે તેઓ ઊઠયા અને બોલ્યા, “જુઓ, યહોવાએ જે ભૂમિની વાત કરી હતી ત્યાં જવા અમે તૈયાર છીએ, અમે કરેલાં પાપનું અમને ભાન થયું છે. હવે અમે યહોવાએ જે દેશનું વચન આપ્યું હતું ત્યાં જવા તૈયાર છીએ, એમ કહેતાં તેઓ પહાડી પ્રદેશ ઉપર ચઢાઈ કરવા નીકળી પડયા.”
અમાંલેકીઓ અને કનાનીઓ તમાંરો સામનો કરવા ઊભા છે અને તમે તેમના શિકારનો ભોગ બનશો. કારણ તમે યહોવાને અનુસરવાનું ત્યજી દીધું છે, અને તેથી હવે યહોવા તમાંરી સાથે નથી.”