1
|
યહૂદિયા રાજાઓ યોથામ, આહાઝ અને હિઝિક્યાના શાસન દરમ્યાન સમરૂન અને યરૂશાલેમને વિષે મોરાશ્તીની મીખાહને યહોવા તરફથી સંદેશો મળ્યો તે, |
2
|
હે વિશ્વની સર્વ પ્રજાઓ, ધ્યાન આપો અને સાંભળો. દેવ યહોવા પોતાના પવિત્રમંદિરમાંથી, તમારી વિરુદ્ધ સાક્ષી આપે છે. |
3
|
જુઓ, યહોવા આવે છે! તે પોતાનું સ્વર્ગનું રાજ્યાસન છોડીને પૃથ્વી પર આવે છે અને પર્વતોના શિખરો ઉપર ચાલે છે. |
4
|
તેમના પગ તળે, પર્વતો અગ્નિ આગળ મીણની જેમ ઓગળે છે અને ઢોળાવ વાળી જગ્યા ઉપરથી વહી જતાં પાણીના ધોધની જેમ ખીણો ફાટી જાય છે. |
5
|
આ બધાનું કારણ છે કે યાકૂબના અપરાધો અને ઇસ્રાએલના કુળના અપરાધો યાકૂબનો અપરાધ છે સમરૂન! યહૂદિયાનું ઉચ્ચસ્થાન છે યરૂશાલેમ! |
6
|
તેથી સમરૂન નગર પથ્થરોના ઢગલા જેવું અને ખેડેલા ખેતર જેવું ખુલ્લું થશે જ્યાં દ્રાક્ષાવેલાની રોપણી થશે. તેના પથ્થરોને હું ખીણોમાં ગબડાવી દઇશ અને તેના પાયા ને ઉઘાડા કરી દઇશ. |
7
|
તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઇ જશે, મૂર્તિપૂજા દ્વારા મેળવેલી તેની બધી કમાણી આગમાં ભસ્મ થઇ જશે. અને તેના બધાં જૂઠા દેવોની પ્રતિમાઓના હું ચૂરેચૂરા કરી નાખીશ; કારણ તેણીએ એ બધું મારા પ્રત્યેની અવિશ્વાસની કમાણી રૂપે મેળવ્યું છેઅને તે અવિશ્વાસુપણાની કમાણી તરીકે જ પાછું જશે.” |
8
|
એટલે મીખાહ બોલ્યો, એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ. ઉઘાડા પગે નિર્વસ્ર થઇને ફરીશ, શિયાળવાની જેમ રડીશ, અને શાહમૃગની જેમ કળ કળીશ. |
9
|
કારણ કે તેનો પ્રહાર, આ ઘાને રૂઝવી શક્યો નથી જે હવે યહૂદિયા સુધી આવ્યો છે, મારા લોકો જેઓ યરૂશાલેમમાં રહે છે, તેમના દરવાજા સુધી આવી પહોંચ્યો છે. |
10
|
ગાથમાં તે કહેશો નહિ, વિલાપ કરશો નહિ; બેથલે-આફ્રાહ, તું ધૂળમાં આળોટ. |
11
|
હે શાફીરના રહેવાસીઓ, નિર્વસ્ર થઇને, ને નામોશી વહોરીને દેશવટાને રસ્તે પડો. સાઅનાનના રહેવાસીઓ પોતાના ઘરની બહાર નીકળવાની હિંમત કરી શકતા નથી. બેથ-એસેલ વિલાપ કરે છે; તે તમારી પાસેથી પોતાનો આધાર મેળવશે. |
12
|
મારોથના લોકો કંઇ સારાની રાહ જોવામાં નબળા બની ગયા, કારણકે, યહોવા તરફથી આફત યરૂશાલેમના દરવાજા સુધી આવી પહોંચી છે. |
13
|
હે લાખીશના લોકો, રથને ઘોડા જોડો; સિયોનની પુત્રી માટે તે પાપની શરુઆત હતી; અને તમારામાં ઇસ્રાએલના અપરાધ મળ્યા હતા. |
14
|
અને તેથી મોરેશેથ-ગાથને વિદાય આપવી પડશે. આખ્ઝીબનાઁ કુળો, ઇસ્રાએલના રાજાઓ માટે છેતરામણાં હશે. |
15
|
હે મારેશાહના રહેવાસીઓ, હું તમારા માટે એક વિજેતા લાવીશ, ઇસ્રાએલનું ગૌરવ અદુલ્લામની ગુફામાં આશ્રય લેશે. |
16
|
તારાઁ પ્રિય સંતાનોને લીધે તારા માથાના વાળ કપાવ, ને તારું પોતાનું માથું મુંડાવ; અને ગીધના જેવા બોડા થઇ જાઓ, કારણ, તેઓને તમારાથી દૂર લઇ જવામાં આવનાર છે. |
Micah 1:2 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...