પછી એ સ્ત્રીએ જઈને પોતાના પતિને આ વાત કરી, “દેવનો માંણસ માંરી પાસે આવ્યો હતો. એનો દેખાવ દેવના દૂત જેવો ખૂબ જ તેજસ્વી દેખાતો હતો. તે કયાંથી આવ્યો તે મેં એને પૂછયું નહોતું, તેમ તેણે મને પોતાનું નામ પણ કહ્યું નહોતું.
પણ તેણે મને આમ કહ્યું, “તું સગર્ભા થશે અને તને પુત્ર અવતરશે. હવેથી તું દ્રાક્ષારસ કે કોઈ પણ કેફી પીણું પીશે નહિ તેમજ અશુદ્ધ ખોરાક ખાઈશ નહિ, કારણકે તે પુત્ર દેવને અર્પણ થશે અને નાઝીરી થશે અને તેના જન્મથી મૃત્યુ સુધી તે દેવની સેવામાં હશે.”
પછી માંનોઆહે યહોવાને પ્રાર્થના કરી, “કૃપા કરી તમે જે દેવના માંણસને મોકલ્યો હતો તેને પાછો મોકલો, જેથી તે અમને કહે કે પુત્ર જન્મ ધારણ કરવાનો છે, તેનું અમાંરે શું કરવું?” તે માંટે વધારે સૂચનો આપો.”
માંનોઆહ ઊઠયો અને તેની પત્ની સાથે ઝડપથી પાછો આવ્યો. તેણે પેલા માંણસને પૂછયું, “તે દિવસે માંરી પત્ની સાથે વાત કરી હતી તે માંણસ તમે જ છો?” દેવદૂતે જવાબ આપ્યો, ‘હા, હું તે જ છું.”
એટલે માંનોઆહે કહ્યું, “તમાંરા વચનો સાચા પડ્યા પછી અને બાળકના જન્મ પછી અમાંરે તેનો ઉછેર કેવી રીતે કરવો? અમાંરે તેની સાથે કેવી રીતે વર્તવું? એણે શું કરવું? કૃપાકરી આ બધુ અમને કહો.”
તેણે દ્રાક્ષામાંથી બનાવેલી કોઈ પણ ચીજ ખાવી નહિ, તેણે દ્રાક્ષારસ કે કોઈ પણ કેફી પીણાં પીવા નહિ, તેમજ અશુદ્ધ ખોરાક ખાવો નહિ; તેણે બધું મેં આપેલા હુકમ પ્રમાંણે કરવું.
યહોવાના દૂતે કહ્યું, “હું રોકાઈશ, તોયે તમાંરું ભોજન લઈશ નહિ, પણ જો તમાંરે દહનાર્પણ આપવું જ હોય તો યહોવાને આપો.” છતાં માંનોઆહને ખબર ન પડી કે આ યહોવાનો દૂત છે.
પછી માંનોઆહે એક બકરીનું બચ્ચું ખાદ્યાર્પણ સાથે લઈને યહોવાને એક પથ્થર ઉપર અર્પણ કર્યુ, જે વિસ્મયકારક ચીજો કરે છે અને માંનોઆહ અને તેની પત્ની તે જોતાં હતાં.
યજ્ઞનો ભડકો આકાશ તરફ ઊંચે ચડ્યો ત્યારે એ જવાળાઓમાં દેવનો દેવદૂત માંનોઆહ અને તેની પત્નીના દેખતાં એ જવાળાઓમાં આકાશમાં ઊચે ગયો.આ જોયા પછી બંને જણાએ તેઓના મુખ નીચે જમીન તરફ રાખ્યા.
પણ તેની પત્નીએ કહ્યું, “જો યહોવાએ આપણને માંરી નાખવા હોત તો તેણે આપણે અર્પણ કરેલા અર્પણ સ્વીકાર્યા ના હોત, તેણે આપણને આ બધુ બતાવ્યું ના હોત, તેમણે આ ચમત્કાર કર્યો ન હોત.”
જ્યારે તે માંહનેહ દાનના શહેરમાં હતો તે દરમ્યાન યહોવાનો આત્માં તેની ઉપર પ્રેરણા કરવા લાગ્યો. તે શહેર સોરાહ અને એશ્તાઓલ, જે દાનની છાવણીમાં આવેલા છે, તેની વચ્ચે આવેલું છે.