મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે ભેગી થયેલી સ્ત્રીઓનાં દાન કરેલા કાંસાના દર્પણમાંથી ઢાળીને તેણે હાથ પગ ધોવાની કાંસાની કૂડી અને તેની કાંસાની ઘોડી બનાવ્યાં.
હાથનો પડદો હતો અને તેને થોભવા માંટે ત્રણ થાંભલીઓ અને ત્રણ કૂભીઓ હતી. 15 અને આંગણાના પ્રવેશદ્વારની બીજી બાજુએ 15 હાથ લાંબા પડદા હતા, અને તેમને ત્રણ થાંભલીઓ અને ત્રણ કૂભીઓ હતી.
પ્રત્યેક થાંભલીઓ માંટેની કૂભીઓ કાંસાની હતી અને આંકડા તથા દાંડીઓ ચાંદીના હતાં. થાંભલીઓનો ટોચકા ચાંદીના પતરાથી મઢેલી હતી, આંગણાની બધી થાંભલીઓને ચાદીની દાંડીઓ હતી.
આંગણાના પ્રવેશદ્વારનો પડદો ભૂરા, કિરમજી, તથા લાલ રંગના ઊનનો અને ઝીણા કાંતેલા શણનો હતો, તેના પર ભરતકામ કરેલું હતું. અને તે 20 હાથ લાંબો અને આંગણાને ફરતા પડદાની જેમ 5 હાથ ઊંચો હતો.
પવિત્ર તંબુ એટલે કે કરારકોશના તંબુના બાંધકામમાં વપરાયેલ વિવિધ ધાતુનો હિસાબ આ મુજબ છે. મૂસાએ એ યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો, અને તે યાજક હારુનના પુત્ર ઈથામાંરના નિરીક્ષણ હેઠળ તૈયાર કરેલી હતી.
તેને મદદ કરનાર દાનના વંશના અહીસામાંખનો પુત્ર આહોલીઆબ કોતરકામ કરનાર, નવી ભાતો બનાવનાર, અને ભૂરા કિરમજી અને લાલ ઊન તેમજ ઝીણા કાંતેલા શણનું ભરત ભરનાર હતો.
વસ્તીગણતરીમાં વીસની અને તેની ઉપરની ઉંમરના 6,03,550 માંણસો નોંધાયેલ હતાં. અને તેમાંના પ્રત્યેક એક બેકા ચાંદીની ખંડણી ભરી હતી (અધીકૃત માંપ વાપરતા એક બેકા એટલે અડધો શેકેલ).