English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

Exodus Chapters

Exodus 11 Verses

1 ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, “હજી ફારુન અને મિસરની વિરુદ્ધ હું એક વધારે આફત લાવીશ. ત્યાર પછી તે તમને લોકોને અહીંથી જવા દેશે; નિશ્ચે તે તમને બધાંને અહીંથી જવા માંટે અરજ કરશે.
2 તમે ઇસ્રાએલના લોકોને આ સંદેશો અવશ્ય આપજો; ‘પ્રત્યેક પુરુષ પોતાના પડોશી પાસે અને પ્રત્યેક સ્ત્રી પોતાની પડોશણ પાસે સોનાચાંદીના અલંકારો માંગી લે. અને
3 યહોવા મિસરવાસીઓના હૃદયમાં ઇસ્રાએલી લોકો માંટે સદભાવ પેદા કરશે. મિસરના અમલદારો અને લોકો મૂસાને બહુ મોટો માંનવ માંનવા લાગ્યા.”‘
4 મૂસાએ લોકોને કહ્યું, “યહોવા એમ કહે છે કે, ‘આજે મધરાત્રે હું મિસરમાંથી પસાર થઈશ.
5 અને મિસરમાં પહેલા ખોળાનાં બધાંજ બાળકોનાં મૃત્યુ થશે. રાજગાદી ઉપર બેસનાર ફારુનના પ્રથમજનિત રાજકુમાંરથી માંડીને ઘંટીએ દળણાં દળનારી દાસીના પ્રથમજનિત સુધીનાં તમાંમ ઉપરાંત પશુઓનાં પણ બધાંજ પ્રથમજનિત બચ્ચાં પણ મૃત્યુ પામશે.
6 અને સમગ્ર મિસર દેશમાં ભારે રડારોળ થશે, તે પહેલાં કદી ન હતો એના કરતા વધારે ખરાબ હશે અને ભવિષ્યમાં કદી થશે નહિ.
7 પરંતુ ઇસ્રાએલના કોઈ પણ મનુષ્યને કશી પણ ઈજા થશે નહિ. કૂતરું પણ તેમની સામે ભસશે નહિ, ઇસ્રાએલના કોઈ પણ માંણસ અથવા તેમના કોઈ પણ જાનવરોને ઈજા થશે નહિ. એના પરથી તમે જાણી શકશો કે યહોવા મિસરીઓ તથા ઇસ્રાએલ પુત્રો વચ્ચે ભેદ રાખે છે.
8 અને પછી તમાંરા આ બધાજ ચાકરો, મિસરવાસીઓ માંથા નમાંવીને માંરી પૂજા કરશે. તેઓ કહેશે કે, “ચાલ્યા જાઓ! તમાંરા બધાં લોકોને તમાંરી સાથે લઈ જાવ” અને પછી હું ક્રોધથી ફારુન પાસેથી નીકળી જઈશ.”‘
9 પછી યહોવાએ મૂસાને કહ્યું, “ફારુને તમાંરી વાત સાંભળી નથી, કેમ? તેથી હું મિસર દેશમાં વધુ મહાન પરચા બતાવી શકું.”
10 અને એ જ કારણે મૂસાએ અને હારુને ફારુનના દેખતાં જ આ બધા ચમત્કારો કરી બતાવ્યા. અને યહોવાએ ફારુનને હઠાગ્રહી બનાવ્યો અને તેણે ઇસ્રાએલી લોકોને પોતાના દેશની બહાર જવા દીઘા નહિ.
×

Alert

×