“વચન અનુસાર તમાંરા દેવ યહોવા તમને જે દેશનો કબજો સોંપી રહ્યા છે ત્યાં કોઈનું ખૂન થયું હોય અને તેની લાશ ખુલ્લા ખેતરમાં મળી આવે અને એનો માંરનાર કોણ છે એની ખબર ના હોય,
પછી લેવીવંશી યાજકોએ આગળ આવવું; કારણ, તમાંરા દેવ યહોવાએ તેમને પોતાની સેવા કરવા માંટે તથા યહોવાના નામે આશીર્વાદ આપવા પસંદ કરેલા છે, તથા બધા જ ઝઘડાઓ તથા માંરામાંરીના બનાવોનો તેમની આજ્ઞા પ્રમાંણે ચુકાદો આપવાનો છે.
અને બંદીવાન થઈ ત્યારે જે વસ્ત્રો પહેર્યાં હોય તે બદલી નાખે; ત્યારબાદ તે તમાંરા ઘરમાં રહે અને એક માંસ સુધી તેના માંતાપિતા માંટે શોક કરે. પછી તમે તેની સાથે પરણી શકો, તેને પત્ની માંની તેની પાસે જવું.
અને પછી જયારે પુત્રો વચ્ચે મિલકત વહેંચવાનો વખત આવે ત્યારે તેણે અણમાંનીતી પત્નીનો પુત્ર જે એનો સાચો મોટો પુત્ર છે તેની અવગણના કરીને માંનીતી પત્નીના પુત્રને મોટો પુત્ર ગણવો નહિ.
તેણે અણમાંનીતી સ્ત્રીના પુત્રના મોટા પુત્ર તરીકેના અધિકારો માંન્ય રાખવા તથા પોતાની બધી મિલકતમાંથી તેને બમણો ભાગ આપવો, કારણ, તે તેના પ્રથમ ખોળાનો પુત્ર છે, અને જયેષ્ઠ પુત્ર તરીકેનો અધિકાર તેનો છે.
પછી તે ગામના બધા લોકોએ તેને ઇટાળી કરીને માંરી નાખવો. અને આ રીતે તમાંરે તમાંરી વચ્ચેથી એ અનિષ્ટ દૂર કરવું. પછી સર્વ ઇસ્રાએલીઓ આ જાણશે અને ગભરાઇને ચાલશે.
પરંતુ તેના મૃતદેહને રાત્રિ સમયે લટકતો ન રાખવો, તે જ દિવસે તેને દાટી દેવો, કારણ કે વૃક્ષ પર લટકાવેલા માંણસ દેવથી શ્રાપિત થાય છે, જે ભૂમિ તમાંરા દેવ યહોવા તમને આપી રહ્યા છે તેને તમાંરે અશુદ્વ કરવી નહિ.