પરંતુ જો આ બંને લક્ષણ ના હોય તો તેવાં પ્રૅંણીઓ તમે ખાઈ શકો નહિ તેથી ઊટ, સસલું કે ઘોરખોદિંયુ (શાફાન) ખાવા માંટે નિષેધ છે. તેઓ વાગોળે છે ખરાં પણ તેઓની ખરી ફાટેલી નથી હોતી.
વળી ડુક્કરની ખરી ફાટેલી હોય છે પણ તે વાગોળતું નથી એટલે તે ખાવા માંટે નિષિદ્વ છે. તમાંરે આવાં પ્રૅંણીઓનાં માંસ ખાવાં નહિ. તમાંરે તેમના મૃતદેહનો સ્પર્શ પણ કરવો નહિ.
“કુદરતી રીતે મૃત્યુ પામેલ કોઈ પણ પશુપંખીનું માંસ તમાંરે ખાવું નહિ. તમાંરા ગામમાં રહેતા વિદેશીઓને ખાવા માંટે આપવું હોય તો આપવું. ભલે તે લોકો તેનો આહાર કરતાં અથવા કોઈ વિદેશીને તે વેચી શકો છો. કારણ કે તમે તો તમાંરા દેવ યહોવાની પસંદગી પામેલ છો, તમે તેમની પવિત્ર પ્રજા છો અને વળી લવારાને તમાંરે તેની માંતાના દૂધમાં ઉઢાળવું અથવા રૌંધવું નહિ.
અને દેવે જે જગ્યા પોતાના પવિત્રસ્થાન માંટે નણ્ી કરી હોય ત્યાં તેમની સમક્ષ આ દશાંશ ખાવા માંટે લાવવો. તમે અનાજનો, દ્રાક્ષારસનો, તથા તેલનો દશમો ભાગ તેમ જ તમાંરાં ઢોરો તથા ઘેટાં બકરાંના પ્રથમજનિતને પણ ખાઈ શકો, તેથી તમે તમાંરા દેવ યહોવૅંથી હંમેશા ડરીને જીવતાં શીખશો.
જો તમાંરા દેવ યહોવાએ તમને પુષ્કળ પાકના આશીર્વાદ આપ્યા હોય, અને યહોવાએ પોતાની ઉપાસના માંટે પસંદ કરેલું સ્થાન એટલું દૂર હોય કે તમાંરી ઉપજ દશમો ભાગ ત્યાં લઈ જઈ ન શકો,
ત્યાં તમાંરે એ પૈસા વડે બળદ, ઘેટાં, દ્રાક્ષારસ અને સુરા તમાંરી જે ઈચ્દ્ધા હોય તે ખરીદવું અને તમાંરા દેવ યહોવા સમક્ષ તમાંરે અને તમાંરા કુટુંબે પ્રસન્નતાથી સૅંથે બેસીને ખાવું.
લેવીઓ, જેઓને પોતાની કોઇ જમીન નથી તેમજ તમાંરા ગામમાં રહેતા વિદેશીઓ, વિધવાઓ અને અનૅંથો આવીને ખાઈને સંતોષ પ્રાપ્ત કરે, આમ કરશો તો તમાંરો દેવ યહોવા તમે જે કાંઈ કામ હાથમાં લેશો તેમાં તમને લાભ આપશે. અને તેમના આશીર્વાદ તમાંરા પર ઉતરશે.