તેણે એક મકાન બંધાવ્યું જેનું નામ “લબાનોનનું વનગૃહ” રાખ્યું. તેની લંબાઈ 100 હાથ, પહોળાઈ 50 હાથ અને ઊંચાઈ 30 હાથ હતી. તે દેવદારના સ્તંભોની ચાર હારમાંળાઓ પર ટેકવેલું હતું. આ સ્તંભો પર પાટડાઓની હાર હતી.
સુલેમાંને તેનો પોતાનો મહેલ બનાવ્યો, જેમાં તે રહ્યો હતો “ન્યાયખંડ”ની પાછળના ભાગમાં હતો. તે મહેલ, અને ફારુનની પુત્રી જેને એ પરણ્યો હતો તેને માંટે બાંધેલો મહેલ સરખાંજ હતાં.
રાજમહેલના આ ઓરડાઓનાં બાંધકામ માંટે અતિમૂલ્યવાન અને જોઇતા માંપ પ્રમાંણે તૈયાર કરેલા મોટા કદના પથ્થરોનો ઉપયોગ થયો હતો. સમગ્ર માંળખામાં આ પથ્થરો વપરાયા હતા.
મોટા ચોકની ફરતી દીવાલમાં ત્રણ થર ઘડેલાં પથ્થરના અને એક થર દેવદારના લાકડાનો હતો અને યહોવાના મંદિરના અંદરના ચોકમાં તેમ જ મંદિરની પરસાળમાં પણ એ જ પ્રમાંણે થરો હતા.
તે નફતાલી કુળસમૂહની એક વિધવાનો પુત્ર હતો. અને તેનો પિતા તૂરનો એક કંસારો હતો. તે પોતે પણ બધી જાતના કાંસાના કામનો ઘણો બુદ્ધિશાળી અને કુશળ કારીગર હતો, તેણે આવીને સુલેમાંન રાજાનું તમાંમ કામ કરી આપ્યું.
કાંસાના બનાવેલા 12 બળદ પર હોજ મૂકેલો હતો. ત્રણ બળદનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં દક્ષિણ તરફ ત્રણનાં પશ્ચિમ તરફ અને ત્રણનાં પૂર્વ તરફ હતા. તેઓની પૂંછડી અંદરની બાજુએ હતી.
દરેક ઘોડીને કાંસાના ચાર પૈડા હતાં. અને તેની ધરી પણ કાંસાની હતી. મેજને ચાર ખૂણા હતાં જેને ગાળેલા પીતળમાંથી બનાવેલા ચાર ટેકાઓ મૂક્યાં હતાં. એ હાથા પર ફુલ વેલની ભાત કોતરેલી હતી.
એ તકતીઓ પર જયાં જયાં ખાલી જગ્યા હતી ત્યાં ત્યાં કરૂબ દેવદૂતો, હરણો, મૃગો સિંહો અને ખજૂરનાં વૃક્ષો કોતરેલાં હતા, અને તેની ફરતે ફુલ વેલની ભાત કોતરેલી ઝાલરો હતી.
દેગડા, પાવડા, અને વાસણો, યહોવાના મંદિર માંટેની આ સર્વ વસ્તુઓ અને બીજાં બધાં વાસણો હીરામે મંદિરમાં વાપરવા માંટે બનાવ્યાં હતાં. જે મંદિર રાજા સુલેમાંન યહોવા માંટે બંધાવતો હતો અને તે કાંસાનાં બનાવેલાં હતાં.
તેણે શુદ્ધ સોનાના પાંચ ઊભા દીવા દક્ષિણ બાજુએ અને પાંચ ઉત્તર બાજુ; પરમ પવિત્રસ્થાનની સામે મૂક્યા. દરેક પર ફૂલો દીવીઓ અને ચીપિયાઓ હતાં જે બધા સોનાનાઁ બનેલાઁ હતાઁ.