હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, હું આવ્યો છું મારા બાગમાં; મેં એકઠાં કર્યાં છે મારા બોળને સુગંધી દ્રવ્યો; ને મેં ખાધું છે મધ મારાં મધપૂડામાંથી; મેં પીધો છે મારો દ્રાક્ષારસ મેં મારા દૂધની સાથે;હે મિત્રો, ખાઓ; હે વ્હાલાઓ, પીઓ; હા પુષ્કળ પીઓ.
હું સૂતી હોઉં છું પણ મારું હૃદય જાગૃત હોય છે. એ મારા પ્રીતમનો સાદ છે! તે ખટખટાવે છે દરવાજો ને કહે છે કે, “મારી પ્રાણપ્રિયા, મારી વ્હાલીમારી (ક્ષતિહીન) સંપૂર્ણ, મારી સુંવાળી સ્ત્રી, મારે માટે બારણું ખોલ; મારા વાળ રાત્રીના ઝાકળથી ભરેલા છે, તેથી મારું માથું ઝાકળથી ભીજાઇ ગયું છે!”
મેં મારા પ્રીતમને માટે દ્વાર ઉઘાડ્યું; પણ મારો પ્રીતમ ત્યાંથી ખસી ગયો હતો; તે બોલ્યો તે સમયે મારું મન નાહિમ્મત થઇ ગયું હતું; મેં તેને શોધ્યો, પણ મને જડ્યો નહિ. મે તેને બોલાવ્યો, પણ તેણે મને કઇં ઉત્તર આપ્યો નહિ.