1
|
હે યહોવા, તમારી શકિતથી રાજા ખૂબ આનંદ પામે છે. તમારા તારણથી તેને એટલો બધો ગર્વ અને આનંદ થાય છે. |
2
|
કારણ કે તમે તેને તેનાં હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે. તેના હોઠે કરેલી અરજીને તમે કદી નકારી નથી. |
3
|
કારણ કે તમે તેને સફળતાં અને સમૃદ્ધિ આપી રાજ્યાસન પર બેસાડ્યો છે. અને પ્રેમથી તમે તેના માથે શુદ્ધ સોનાનો મુગટ પહેરાવ્યો છે. |
4
|
હે યહોવા, રાજાએ તમારી પાસે જીવન માગ્યું અને તમે તેને સર્વકાળ રહે એવું દીર્ધાયુષ્ય આપ્યું. |
5
|
તમે તેને જે વિજય અપાવ્યો તેનાથી તેની કિતિર્માં ઘણો વધારો થયો. તમે તેને કૃપાના અને ગૌરવના વસ્રોથી શણગાર્યો છે. |
6
|
કારણ કે તમે તેને હંમેશા આશીર્વાદ આપો છો. અને તમે તેને તમારી સમક્ષ રહેવાનો આનંદ આપો છો. |
7
|
કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે. અને તેને કદીય પરાત્પર દેવની કૃપાથી વંચિત કરવામાં નહિ આવે. |
8
|
તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો અને તમારો જમણો હાથ શોધી કાઢશે કે કોણ તમને ધિક્કારે છે. |
9
|
જયારે તમે પ્રગટ થશો ત્યારે તેઓ તમારી પવિત્ર ઉપસ્થિતિના દિવ્ય અગ્નિમાં નાશ પામશે. યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે અને તેમનો કોપાજ્ઞિ તેમને બાળીને રાખ કરી દેશે. |
10
|
યહોવા પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશે; માણસ જાતમાંથી તેમના વંશજો નાશ પામશે. |
11
|
કારણ, હે યહોવા, આ માણસોએ તમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે. છતાં તેઓને કદાપિ સફળતાં મળવાની નથી. |
12
|
તમારી પણછથી તમે તેઓ પર જે નિશાન તાકયું છે. તે જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓએ પાછા હઠી જવું પડશે. |
13
|
હે યહોવા, તમારા મહાન સાર્મથ્ય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ; અને તમારા મહાન કમોર્ની ઉજવણી કરવા સ્તુતિગીતો બનાવી ગાઇશું. |
Psalms 21:8 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...