1
|
યહોવાની સ્તુતિ કરો! ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં હું ખરા હૃદયથી યહોવાનો આભાર માનીશ. |
2
|
યહોવાના કાર્યો મહાન છે; લોકોને જે સારી વસ્તુઓ જોઇએ છે જે દેવ પાસેથી આવે છે. |
3
|
તેના કાર્યો તેજસ્વી અને અદ્ભૂત છે. અને તેની નિષ્પક્ષતા સદાકાળ ટકે છે. |
4
|
દેવે તેના ચમત્કારોને અવિસ્મરણીય સ્મૃતિ બનાવી દીધાં છે. યહોવા દયાળુ અને કૃપાથી ભરપૂર છે. |
5
|
તે તેના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે, અને તે પોતાના વચનોને કદી ભૂલતા નથી. |
6
|
તેણે તેના લોકોને બીજા રાષ્ટોની જમીન આપી છે. અનેે આ રીતે તેમને તેના સાર્મથ્યભર્યા કૃત્યો દેખાડ્યા છે. |
7
|
તેમણે જે કાંઇ કર્યુ છે તેમાં સત્યતા અને ન્યાય છે; તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વાસ યોગ્ય છે. |
8
|
કારણ, આ નિયમો સત્યમાંથી અને વિશ્વાસુપણામાંથી ઉદૃભવ્યા છે; તેઓ સદાને માટે અચળ છે. |
9
|
દેવે તેના લોકોને ઉદ્ધાર મોકલ્યો છે; અનેે તેમણે તેઓની સાથે એક સનાતન કરાર બનાવ્યો છે. તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે. |
10
|
દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે. જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે. તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે. |
Psalms 111:2 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...