English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

Numbers Chapters

Numbers 9 Verses

1 મિસરમાંથી પ્રસ્થાન કર્યા પછી બીજા વર્ષના પ્રથમ મહિનામાં ઇસ્રાએલી પ્રજા અને મૂસા સિનાઈના અરણ્યમાં હતા ત્યારે યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇસ્રાએલી પ્રજાએ નિયત સમયે પાસ્ખાપર્વ પાળવાનું છે.
3 પાસ્ખાપર્વ પ્રથમ મહિનામાં ચૌદમાં દિવસની સંધ્યાઓ શરૂ થાય છે. તમાંરે એને લગતા બધા નિયમો અને વિધિઓનું ચુસ્તપણે પાલન કરવાનું છે.”
4 તેથી મૂસાએ ઇસ્રાએલી પ્રજાને પાસ્ખાપર્વ ઉજવવાની આજ્ઞા કરી.
5 ઇસ્રાએલી પ્રજાએ પાસ્ખા પર્વની ઉજવણી સિનાઈના અરણ્યમાં પ્રથમ મહિનાના ચૌદમાં દિવસે સંધ્યાકાળે શરૂ કરી હતી. યહોવાએ મૂસાને સૂચવ્યું હતું તે મુજબ ઇસ્રાએલીઓએ કર્યું.
6 પરંતુ એવું બન્યું કે કેટલાક માંણસો મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયા હતા, તેઓ દફનક્રિયામાં હતા તેથી તે દિવસે પાસ્ખાપર્વ પાળી શકે એમ નહોતું. તેમણે તે જ દિવસે મૂસા અને હારુનની પાસે જઈને પોતાની હકીકત દર્શાવી.
7 તેઓએ મૂસાને કહ્યું, “અમે મૃત દેહના સ્પર્શથી અશુદ્ધ થયેલા છીએ. સર્વ ઇસ્રાએલીઓ નિયત સમયે યહોવાને બલિદાન અર્પણ કરે છે. તે અમને શા માંટે તેમ કરવાની મનાઈ કરવામાં આવે છે?”
8 મૂસાએ તેમને કહ્યું, “તમાંરી બાબતમાં યહોવાની આજ્ઞા શી છે તે હું જાણી લઉ ત્યાં સુધી તમે ધીરજ ધરો.”
9 યહોવાએ મૂસાને કહ્યું,
10 “તારે ઇસ્રાએલીઓને આ પ્રમાંણે કહેવું કે: તમાંરામાંથી અથવા તમાંરા વંશજોમાંથી કોઈ મૃતદેહના સ્પર્શને કારણે અશુદ્ધ થયો હોય અથવા દૂર પ્રવાસમાં હોય, તો પણ માંરા માંનમાં પાસ્ખા નીચે પ્રમાંણે પાળી શકે છે.
11 આવા લોકો બીજા મહિનાના ચૌદમાં દિવસે સંધ્યાકાળે ઉજવણી શરૂ કરી શકે છે. તેઓએ અર્પણ કરેલુ હલવાન બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું;
12 એમાંનું કશું સવાર સુધી રહેવા દેવું નહિ, તેમજ એ બલિના પશુનું કોઈ હાડકું ભાંગવું પણ નહિ. તેમણે એ પાસ્ખાને લગતા બધા નિયમો અને વિધિઓનું પાલન કરવું.
13 પરંતુ જો કોઈ વ્યક્તિ અશુદ્ધ ના હોય તે લાંબા પ્રવાસમાં હોય અને પાસ્ખાનું પાલન ન કરે, તો તેને તેના લોકોથી જુદો કરવો. કારણ, એણે નિયત સમયે યહોવાને બલિદાન અર્પણ નથી કર્યુ, તેથી તે દોષિત ગણાય અને એનું પાપ એણે ભોગવવું જ જોઈએ.
14 “પરંતુ તમાંરી વચ્ચે કોઈ વિદેશી રહેતો હોય અને તે પાસ્ખા ઊજવવા ઈચ્છતો હોય તો તેણે પણ એના બધા નિયમો અને વિધિઓ પ્રમાંણે એ ઊજવવું જોઈએ. દેશના વતનીઓ તથા વિદેશીઓ સૌને માંટે એક જ નિયમ છે.”
15 જે દિવસે કરારનો પવિત્રમંડપ એટલે કરારમંડપ ઊભો કરવામાં આવ્યો તે જ દિવસે તેના પર વાદળે આચ્છાદન કર્યુ. અને સાંજે વાદળનું સ્થાન અગ્નિએ લીધું અને આખી રાત તે ઝળહળતો રહ્યો.
16 આ પ્રમાંણે હંમેશા થતું રહ્યું. દિવસે વાદળ આચ્છાદન કરતો અને રાત્રે અગ્નિની જેમ ઝળહળતું.
17 જ્યારે જ્યારે પવિત્ર મંડપ ઉપરથી વાદળ હઠી જતું, ત્યારે ત્યારે ઇસ્રાએલી પ્રજા મુકામ ઉઠાવતી, અને આગળ મુસાફરી કરતી અને જયાં જયાં વાદળ થોભે ત્યાં ત્યાં મુકામ કરતી.
18 આમ યહોવાની આજ્ઞા પ્રમાંણે તેઓ મુકામ ઉઠાવતા મુસાફરી કરતા અને મુકામ કરતા. જયાં સુધી વાદળનું આચ્છાદન લાંબા સમય સુધી રહે તો ત્યાં સુધી તેઓ મુકામ ચાલુ રાખતા.
19 જો વાદળ લાંબા સમય સુધી પવિત્રમંડપ પર રહેતું તો ઇસ્રાએલી પ્રજા યહોવાની આજ્ઞા માંથે ચઢાવીને આગળ પ્રવાસ કરતી નહિ અને લાંબા સમય સુધી ત્યાં જ રોકાતી.
20 પરંતુ કેટલીક વખત વાદળ થોડા દિવસ જ મુલાકાત મંડપ પર રહેતું ત્યારે પણ તેઓ યહોવાની આજ્ઞા થતાં મુકામ કરતા અને યહોવાની આજ્ઞા થતા મુકામ ઉઠાવતા.
21 કેટલીક વખત વાદળ સાંજથી સવાર સુધી રહેતું, સવારે વાદળ હઠતાં જ તેઓ મુકામ ઉઠાવતા, અને તેને અનુસરતાં. જો તે રાતના હઠતાં તો તેને અનુસરતા.
22 જયાં સુધી વાદળ પવિત્રમંડપ પર ભલે રહે પછી એ બે દિવસ માંટે હોય, એક મહિના માંટે હોય કે એક વર્ષ માંટે હોય ત્યાં સુધી ઇસ્રાએલીઓ મુકામ ઉઠાવતા નહિ; જયારે વાદળ હઠતું ત્યારે જ તેઓ મુકામ ઉઠાવી પ્રવાસ કરતા.
23 આમ તેઓ યહોવાની આજ્ઞા અનુસાર છાવણી કરતાં અથવા પ્રવાસ કરતા, યહોવા મૂસા દ્વારા તેઓને જે આજ્ઞા કરે તે પ્રમાંણે તેઓ કરતા.
×

Alert

×