જે દિવસે મૂસાએ પવિત્રમંડપ ઊભો કરવાનું કાર્ય સંપૂર્ણ કર્યુ, તે દિવસે તેણે મંડપનો તેમજ તેમાંની બધી સાધન-સામગ્રી વેદી તથા તેનાં બધાં સાધનોનો અભિષેક કરી તેમના બધાં પાત્રોનો અભિષેક કરીને પવિત્ર કર્યા.
ત્યારપછી ઇસ્રાએલનાં કુળસમૂહોના આગેવાનોમાંથી પસંદ કરેલા પુરુષો પોતાનાં અર્પણો લાવ્યા. તેઓ કુળોના મુખ્ય આગેવાનો હતાં અને તેઓએ વસ્તી ગણતરીના કામમાં મદદ કરી હતી.
તેમણે યહોવાની સંમુખ બે બળદ જોડેલા છત્તરાવાળાં છ ગાડાં તેઓ લાવ્યા બે કુટુંબના વડાઓ દીઠ એક ગાડું અને પ્રત્યેક આગેવાન દીઠ એક બળદ. આ બધુ તેઓએ પવિત્ર મંડપમાં પ્રવેશદ્વાર પાસે યહોવાની સમક્ષ રજૂ કર્યુ.
“તેઓની ભેટોનો સ્વીકાર કર, મુલાકાતમંડપની સેવામાં આ ગાડાનો ઉપયોગ કરજે. લેવીઓને તું એ તેમના કાર્યમાં ઉપયોગ કરે, તે માંટે તેમણે બજાવવાની સેવા અનુસાર સોંપી દેજે.”
પરંતુ કહાથના વંશજોને કાંઈ જ આપ્યું નહિ, કારણ કે તેઓને જે પવિત્ર વસ્તુઓ સોંપવામાં આવી હતી તેની જવાબદારી તેઓ પોતાના માંથે જ રાખતા અને પોતાના ખભા ઉપર ઊચકી લેતા હતા.
ચાંદીની પ્રત્યેક કથરોટનું વજન અધિકૃત માંપ અનુસારે 130 શેકેલ હતું, અને ચાંદીના પ્રત્યેક પ્યાલાનું વજન 70 શેકેલ હતું. ચાંદીની કથરોટો અને ચાંદીના પ્યાલાઓનું કુલ વજન 2,400 શેકેલ હતું.
જે સમયે મૂસા યહોવા સાથે વાત કરવા માંટે પવિત્રમંડપમાં પ્રવેશ્યો તે સમયે તેણે કરારકોશના ઢાંકણા ઉપરના બે કરૂબ દેવદૂતોની વચ્ચેનો અવાજ સાંભળ્યો. યહોવા આ રીતે તેની સાથે બોલતા હતા.