“તે પછી વિધિ મુજબ જે શુદ્ધ ન હોય તેવી વ્યક્તિએ ગાયની રાખ ભેગી કરવી, અને છાવણી બહાર શુદ્ધ કરેલી જગ્યાએ તેની ઢગલી કરવી. અને તે રાખ વ્યક્તિના પાપ દૂર કરવાની વિધિ માંટેનું પાવકજળ બનાવવા રાખી મૂકવી.
“જે માંણસે ગાયની રાખ ભેગી કરી હોય તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાશે.“ઇસ્રાએલી પ્રજા માંટે અને તમાંરી ભેગા રહેતા વિદેશીઓ માંટે આ કાયમી નિયમ છે.
પછી તેણે ત્રીજે અને સાતમે દિવસે પાવકજળ વડે પોતાની શુદ્ધિ કરાવવી. ત્યારબાદ તે શુદ્ધ થયો ગણાશે. પણ જો તે આ પ્રમાંણે ત્રીજા દિવસે અને સાતમે દિવસે પોતાની શુદ્ધિ નહિ કરાવે તો તે શુદ્ધ નહિ ગણાય.
જે કોઈ મનુષ્ય મૃતદેહને સ્પર્શ કર્યા પછી જણાવેલી રીત મુજબ પોતાને શુદ્ધ નહિ કરે તો તે યહોવાના મુલાકાતમંડપને અશુદ્ધ કરે છે. તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નથી તેથી તેવા માંણસનો બહિષ્કાર કરવો, કારણ કે તે યહોવાના મંદિરને અપવિત્ર કરે છે.
ત્યારબાદ જે વ્યક્તિ શુદ્ધ ના હોય તેણે ઝુફો લઈને એ પાણીમાં બોળીને તેના વડે મંડપ ઉપર અને તેમાંનાં બધાં પાત્રો ઉપર તથા તેમાંના બધા માંણસો ઉપર છાંટવું, જેણે વ્યક્તિના હાડકાને કે મરેલા કે માંરી નાખવામાં આવેલા વ્યક્તિના મૃતદેહને કે કબરને સ્પર્શ કર્યો હોય તો તે વ્યક્તિ ઉપર પણ છાટવું.
“સૂતક વગરના માંણસે સૂતકવાળા માંણસ ઉપર ત્રીજે અને સાતમે દિવસે પાણી છાંટવું. અને સાતમે દિવસે તેણે તે માંણસની શુદ્ધિ કરવી. સૂતકી માંણસે એ દિવસે પોતાના કપડા ધોઈ નાખવાં, પોતે આખા શરીરે સ્નાન કરવું, એટલે સાંજે તે શુદ્ધ થયો ગણાશે.
“પરંતુ જો કોઈ સૂતકી પોતાની શુદ્ધિ ન કરાવે તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો, કારણ, તેણે પવિત્ર મંડપને ભ્રષ્ટ કર્યુ છે, તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નથી, તેથી તે સૂતકી છે.