લોકોના તમામ આગેવાનો યરૂશાલેમમાં વસ્યા અને બાકીના લોકોમાંથી દશ માણસમાંથી એક માણસ માટે પવિત્ર નગરી યરૂશાલેમમાં વસે તે માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી. જ્યારે બાકીના નવ અન્ય નગરોમાં જઇને વસ્યા.
આ યરૂશાલેમમાં રહેતાં પ્રાંતના આગેવાનો છે તેમ છતાં યહૂદિયાના નગરોમાં સહુ પોતપોતાની ભૂમિ પર પોતપોતાના ગામમાં રહેતાં હતાં; ઇસ્રાએલના લોકો, યાજકો, લેવીઓ, મંદિરના સેવકો, અને સુલેમાનના સેવકોના વંશજો.
કેટલાક યહૂદાના અને કેટલાક બિન્યામીનના લોકો યરૂશાલેમમાં રહેતા હતા તેઓ આ છે.અથાયા ઉઝિઝયાનો પુત્ર, (ઉઝિઝયા ઝખાર્યાનો, ઝખાર્યા અમાર્યાનો, અમાર્યા શફાટયાનો, શફાટયા માહલાલેલનો, હલાલએલ પેરેશના વંશજોમાંથી હતો.)
આ બિન્યામીના પુત્રો છે: સાલ્લુ મશુલ્લામનો પુત્ર, (મશુલ્લામ યોએલનો, યોએલ પદાયાનો, કોલાયાનો પુત્ર પદાયા હતો, જે માઅસેયાનો પુત્ર હતો, જે ઇથીએલનો પુત્ર હતો, અને ઇથીએલ યશાયાનો.)
અને તેમના સગાંવહાંલા જેઓ મંદિરનું કામ કરતા હતા, તેઓ 822 હતા; યહોરામ પલાલ્યાનો પુત્ર હતો જે આમ્સીનો પુત્ર હતો, આમ્સી ઝખાર્યાનો પુત્ર હતો, જે પાશહૂરનો પુત્ર હતો અને પાશહૂર માલ્કિયાનો પુત્ર હતો,
અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝાબ્દીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો, ને બાકબુક્યા પોતાના સગાઓમાં બીજો હતો, તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુત્ર આબ્દા હતો.
મીખાના પુત્ર માત્તાન્યાના પુત્ર હશાબ્યાના પુત્ર બાનીનો પુત્ર ઉઝઝી યરૂશાલેમમાં રહેતા લેવીઓનો આગેવાન હતો, અને ઉઝઝીના પિતા અને પિતૃઓ ગવૈયા હતા, તે આસાફના વંશજો હતા. તેઓ દેવના મંદિરના કામનો કારભાર સંભાળતા હતાં.
ઝાનોઆહમાં, અદુલ્લામ અને તેઓનાઁ ગામમાં. લાખીશ અને તેનાઁ ખેતરોમાં, અઝેકાહ તથા તેનાઁ ગામમાં. આમ લોકોએ બેર-શેબાથી હિન્નોમની ખીણ સુધી છાવણી દરેક ઠેકાણે નાખી.