હું કેટલો ઉદાસ છું! કારણકે હું એવો વ્યકિત થઇ ગયો છું જેને ઉનાળુ કાપણી પછી અને દ્રાક્ષ ભેગી કરવાની ઋતુ પછી ખાવા માટે દ્રાક્ષ મળતી નથી અથવા તો જેના માટે તીવ્ર ઇચ્છા રાખી હતી તે પહેલું ફળ મળતું નથી.
તેઓમાં જે શ્રેષ્ઠ છે તેઓ કાંટા ઝાંખરા જેવા છે; સૌથી વધારે પ્રામાણિક ગણાય છે તેઓ ઝાંખરામાંથી બનાવેલી વાડ જેવા છે,પણ હવે તમારો ચોકીદારોનો દિવસ સત્વરે આવે છે. તમારી શિક્ષાનો સમય લગભગ આવી ગયો છે; ગૂંચવણ, વિનાશ અને ગભરાટનો તમે અનુભવ કરશો.
હું યહોવાનો કોપ સહન કરીશ, કારણકે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે. તેઓ મારી તરફદારી કરશે અને મને ન્યાય કરશે ત્યાં સુધી. દેવ મને અંધકારમાંથી પ્રકાશમાં લાવશે અને હું તેમનું ન્યાયીપણું જોઇશ.
મારા દુશ્મનો આ જોશે અને જેઓ મને એમ કહેતાં હતાં કે, “તારા દેવ યહોવા કયાં છે?” તેઓ શરમિંદા બની જશે, મારી આંખો આ જોશે, તેણી રસ્તાના કાદવની જેમ પગ તળે કચડાયેલી જગ્યા બની રહેશે.
તે દિવસે લોકો-આશ્શૂરથી મિસર સુધીના, અને મિસરથી તે ફ્રાત નદી સુધીના, સમુદ્રથી સમુદ્ર સુધીના, અને પર્વતથી પર્વત સુધીના, લોકો બધે ઠેકાણેથી તારે ત્યાં આવશે.
તેઓ સાપની પેઠે ધૂળ ચાટશે; જમીન ઉપર પેટેથી ઘસડાતા પ્રાણીઓની જેમ તેઓ પોતાના કિલ્લાઓમાંથી બહાર આવશે. તેઓ આપણા દેવ યહોવાને કારણે ભયથી થરથર કાંપશે અને તારાથી ડરીને ચાલશે.
તમારા જેવા દેવ બીજા કોણ છે? કારણકે તમે તો પાપ માફ કરો છો અને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ કાયમ રાખતા નથી; કારણ કે તમે કરુણામાં જ રાચો છો.