Indian Language Bible Word Collections
Lamentations 3:9
Lamentations Chapters
Lamentations 3 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Books
Old Testament
New Testament
Lamentations Chapters
Lamentations 3 Verses
1
|
હું એક એવો માણસ છું જેણે યહોવાના રોષના દંડાનો માર અનુભવ્યો છે. |
2
|
હું એ માણસ જેવો છું જેને અંધારા રસ્તા પર દીવા વગર ચાલવા માટે ફરજ પડાઇ છે. |
3
|
ફકત મારી વિરૂદ્ધ જ તે ફરી ફરીને આખો વખત પોતાનો હાથ ધૂમાવ્યા કરે છે. |
4
|
તેણે મારી ચરબી અને ચામડીને નુકશાન પહોંચાડ્યું છે. તેણે મારા હાડકાં ભાંગી નાખ્યા છે. |
5
|
દુ:ખ અને સંતાપની કોટડીમાં પૂરી તેણે મને કેવો રૂંધી નાખ્યો છે! |
6
|
મરી ગયેલા માણસની જેમ. તેણે મને કયારનોય અંધકારમાં પૂરી રાખ્યો છે. |
7
|
હું ક્યાંય છટકી ન જઇ શકું; તેથી તેણે મારી આસપાસ કોટ ચણી લીધો છે. અને તેણે ભારે સાંકળોથી મને પકડી લીધો છે. |
8
|
જ્યારે હું પોકાર કરીને સહાય માંગુ છું, ત્યારે મારી તે પ્રાર્થના પાછી વાળે છે. |
9
|
તેણે ઘડેલા પથ્થરોથી મારા માગોર્ને બંધ કર્યા છે અને તેણે તેને વાંકાચૂંકા ભૂલભૂલા મણીભર્યા કર્યા છે. |
10
|
તે રીંછની જેમ મારી વાટ જોતો પડ્યો રહે છે, સિંહની જેમ મને પકડવા સંતાઇ રહે છે. |
11
|
મેં લીધેલા માર્ગથી તેણે મને બહાર ખેંચી કાઢયો છે. તેણે મારા ટૂકડે-ટૂકડા કરીને મને ત્યાં પડ્યો રહેવા દીધો છે. |
12
|
તેણે ધનુષ્ય પર બાણ ચઢાવ્યું છે અને તેને મારી સામે તાક્યું છે. |
13
|
તેણે પોતાના જ ભાથાનાં બાણોથી. મારા મર્મસ્થાનો, ભેદી નાખ્યાં છે. |
14
|
હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું; અને તેઓ આખો દિવસ મને ચીડવતા ગીતો ગાય છે. |
15
|
તેણે મારા જીવનને કડવાશથી ભરી દીધુ છે. તેણે મને કટુઝેરથી ભરી દીધો છે. |
16
|
વળી તેણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે, તેણે મને રાખમાં રગદોળી દીધો છે. |
17
|
મારા હૃદયની શાંતિ હરાઇ ગઇ છે, સુંદર જીવન હોવું એ શુ છે તે હું ભૂલી ગયો છું. |
18
|
હું કહું છુ કે, મારી શકિત ખૂટી ગઇ છે અને યહોવા તરફની મારી આશા નષ્ટ થઇ છે. |
19
|
યાદ કર કે, હું તો માત્ર ગરીબ શરણાથીર્ છું, અને હું દિવસે દિવસે કડવા અનુભવમાંથી પસાર થાઉં છું. |
20
|
નિરંતર મારું ચિત્ત તેનો જ વિચાર કર્યા કરે છે; અને હું નાહિમ્મત થઇ જાઉં છું. |
21
|
એ હું મનમાં લાવું છું અને તેથી જ હું આશા રાખું છું. |
22
|
યહોવાની કરૂણા, ખૂટી પરવારી નથી તેમ જ તેની દયાનો પણ અંત આવ્યો નથી. |
23
|
દરરોજ સવારે તારી કૃપાઓ નવેસરથી મને મળે છે, માણસ તારી પર હંમેશા નિર્ભર રહી શકે. |
24
|
મેં કહ્યું, “મારી પાસે જે કંઇ છે તે યહોવા છે. તેથી હું તેનામાં મારી આશા મૂકું છું. |
25
|
જે તેનામાં વિશ્વાસ રાખે છે અને જેઓ તેની વાટ જોવાનું ચાલુ રાખે છે. તેમના માટે યહોવા સારો છે. |
26
|
ચૂપ રહેવું અને યહોવા તમને બચાવે તેની રાહ જોવી તે સારું છે. |
27
|
હજુ યુવાન હોય તે દરમ્યાન તે વ્યકિત દુ:ખની ઝૂંસરી ઉપાડે એમાંજ એનું કલ્યાણ છે. |
28
|
જ્યારે યહોવા તેના પર ઝૂંસરી મૂકે છે, તેથી તેણે એકલા શાંત બેસવું જોઇએ. |
29
|
ભલે તે તેનો ચહેરો ધૂળમાં ઘાલે, ત્યાં હજી પણ કદાચ આશા હશે. |
30
|
જે તેને મારે છે તેના ભણી પોતાનો ગાલ ધરે; અને બધા અપમાન વેઠી લો. |
31
|
યહોવા આપણને કદી પણ નકારશે નહિ. |
32
|
કારણ, તે સજા કરે છે અને દુ:ખ દે છે; છતાં તે કરૂણાસાગર હોઇ દયા રાખે છે. |
33
|
તે રાજીખુશીથી કોઇને પણ દુ:ખ દેતો નથી, અને તેમને દુ:ખ આપીને તે ખુશ થતો નથી. |
34
|
જ્યારે પણ પૃથ્વી પરના કેદીને સિતમગાર દ્વારા કચડી નાંખવામાં આવે છે ત્યારે, |
35
|
જ્યારે પણ કોઇનો હક્ક પડાવી લેવામાં આવે છે, ‘પરમ ઉચ્ચની હાજરીમાં ત્યારે’. |
36
|
જ્યારે પણ ન્યાય થતો નથી, યહોવાને તે મંજૂર નથી. |
37
|
યહોવાની આજ્ઞા વિના કોનું ધાર્યું થાય છે? |
38
|
પરાત્પર દેવની આજ્ઞાથી જ સુખ અને દુ:ખ બન્ને ઉત્પન્ન થાય છે. |
39
|
પાપની સજા સામે કોઇ માણસે શા માટે ફરિયાદ કરવી જોઇએ? |
40
|
આપણી રીતભાત તપાસીએ અને કસોટી કરીએ અને આપણે યહોવા તરફ પાછા ફરીએ. |
41
|
આપણે બે હાથ જોડીને સાચા હૃદયથી. સ્વર્ગમાં વસતા દેવને પ્રાર્થના કરીએ. |
42
|
અમે બળવો કરીને અપરાધ કર્યો છે; અને તમે અમને માફ કર્યા નથી. |
43
|
રોષે ભરાઇને તમે અમારો પીછો કર્યો છે અને નિર્દયી રીતે અમારો વધ કર્યો છે. |
44
|
તમે રોષના વાદળ પાછળ છુપાઇ ગયા છો; જેથી અમારી પ્રાર્થના તમને ભેદીને પહોંચી શકે નહિ. |
45
|
તમે અમને પ્રજાઓની વચમાં. કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે. |
46
|
અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે. |
47
|
અમે ભયભીત થયા છીએ, જાણે અમે ખાડામાં પડી ગયા હોઇએ એવું લાગે છે. અમે એકલા છીએ અને ભાંગી પડ્યા છીએ. |
48
|
મારા લોકોનો વિનાશ જોઇને મારી આંખોમાંથી આંસુની નદીઓ વહે છે. |
49
|
યહોવા આકાશમાંથી દ્રષ્ટિ કરીને જુએ ત્યાં સુધી. |
50
|
નિરંતર મારી આંખમાંથી આંસુઓ વહે છે. |
51
|
મારી નગરીની સર્વ કુમારીકાઓની દશા જોઇને મારી આંખો સૂજી ગઇ છે. |
52
|
તેઓ કારણ વિના મારા શત્રુ થયા છે અને તેમણે પંખીની જેમ મારો શિકાર કર્યો છે. |
53
|
તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થર ઢાંક્યો છે. |
54
|
મારા માથા પર પાણી ફરી વળ્યાં અને હું બોલી ઉઠયો કે “હું મરી ગયો છુું.” |
55
|
હે યહોવા, કારાગૃહના નીચલા ભોંયરામાંથી. મેં તમારા નામનો પોકાર કર્યો. |
56
|
હું મદદ માટે ઘા નાખું છું અને મારી અરજ સાંભળીને તમે તમારો કાન બંધ ન કરશો. |
57
|
તમે ચોક્કસ મારી હાંક સાંભળીને આવ્યા, અને કહ્યું પણ ખરુ કે,”ડરીશ નહિ.” |
58
|
હે યહોવા! તમે અમારો બચાવ કર્યો છે અને મારું જીવન બચાવ્યું છે. |
59
|
હે યહોવા, તમે મને થયેલા અન્યાય જોયા છે. તમે મારો ન્યાય કરો. |
60
|
મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ, અને મારી વિરુદ્ધના સર્વ કાવાદાવા તમે જોયા છે. |
61
|
હે યહોવા, તેઓએ કરેલી મારી નિંદા તથા તેઓએ મારી વિરૂદ્ધ કરેલા સર્વ કાવતરા તેં સાંભળ્યાં છે. |
62
|
મારા વિરોધીઓ આખો દિવસ બખાળા કાઢે છે. તમે તેમના કાવાદાવા જાણો છો. |
63
|
પછી ભલે તેઓ બેઠા હોય કે ઉભા હોય, હું તો તેમની ઠઠ્ઠા મશ્કરીનું ધ્યેય બની ગયો છુ. |
64
|
હે યહોવા, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને, બદલો આપજો. |
65
|
તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેમના પર શાપ વરસાવજો. |
66
|
ક્રોધે ભરાઇને પીછો પકડીને તમે તેમનો નાશ કરજો અને હે યહોવા! તમે તેમનો પૃથ્વી પરથી સંહાર કરજો. |