અને તેમને જણાવો કે, યર્દન નદીની મધ્યે જયાં યાજકો ઊભા હતા તે જ જગ્યાએથી બાર પથ્થર લો. દરેકે એક પથ્થર ઉપાડવો અને તેને નદીની પાર લઈ જવો અને તમે રાત ગાળો ત્યાં તેને રાખો.”
અને તેણે કહ્યું, “તમાંરામાંના બધા યાજકો દ્વારા ઉપાડાયેલા તમાંરા યહોવા દેવના કોશની આગળ યર્દન નદીમાં જાઓ, અને તમાંરામાંના દરેકે એક પથ્થર ઉપાડવો. ત્યાં દરેક કુળસમૂહ માંટે એક પથ્થર લો.
ત્યારે તમે તેઓને કહેજો કે, ‘જયારે યહોવાના કરારકોશ યર્દન નદી ઓળંગતા હતા ત્યારે યર્દનનું વહેણ કપાઈ ગયું હતું. આ પથ્થરો ઇસ્રાએલી પ્રજાને આ દિવસે શું બન્યું હતું તેનું હમેશાનું સ્માંરક બની રહેશે.”
તેથી ઇસ્રાએલી પ્રજાએ યહોશુઆએ જણાવ્યા મુજબ કર્યુ. યહોવાએ યહોશુઆને આજ્ઞા કરી હતી તે મુજબ કુળસમૂહદીઠ એક એમ બાર ઇસ્રાએલીઓએ યર્દનની અધવચ્ચેથી બાર પથ્થરો ઉપાડી લીધા અને જ્યાં તેઓ રાત્રે છાવણી કરવાના હતા ત્યાં તેઓએ સ્માંરક બનાવ્યું.
જે સર્વ આજ્ઞાઓ મૂસાએ યહોશુઆને આપી હતી, તે પ્રમાંણે જે કઈ લોકોને ફરમાંવવાનું યહોવાએ યહોશુઓને કહ્યું હતું તે સધળું પૂરું થયું ત્યાં સુધી યાજકો કરારકોશ સાથે યર્દન નદીની વચ્ચોવચ્ચ ઊભા રહ્યા. અને લોકો ઉતાવળ કરીને નદી પાર કરી ગયા.
તે દિવસે યહોવાએ બધાં ઇસ્રાએલીઓ સમક્ષ યહોશુઆને મહાપુરુષ બનાવી દીધો. તે સમય પછી સમગ્ર જીવન દરમ્યાન તેઓ યહોશુઆનો આદર કરવા લાગ્યા. જે રીતે તેઓ મૂસાને આદર કરતાં હતાં.
કરાર કોશ ઉપાડનારા યાજકો નદીમાંથી બહાર આવ્યાં, અને જ્યારે તેમનો પગ નદીની બીજી બાજુંની જમીનને અડ્યો, તરત નદીનો પ્રવાહ શરૂ થયો અને પહેલાની જેમ પાણીએ તેના કિનારા છલકાવ્યાં.