હું બધા લોકોને ભેગા કરીશ અને તેમને યહોશાફાટની ખીણમાં નીચે લઇ આવીશ; અને તેમને મારા લોકોને, ઈસ્રાએલીઓ મારા ઉત્તરાધિકારીઓને ઇજા કરવા માટે સજા કરીશ. જેઓને તેઓએ વિવિધ દેશોમાં વેરવિખેર કરી, મારી ભૂમિને વિભાજીત કરી હતી.
તેઓએ ચિઠ્ઠીઓ નાખી મારા લોકોને સેવકો તરીકે વહેંચીં લીધા છે. તેઓએ નાના છોકરાઓને વેશ્યાઓ મેળવવા વેંચી નાખ્યાં છે, અને દ્રાક્ષારસ અને મદ્યપાનનાં બદલામાં છોકરીઓ બદલી છે.
“હે તૂર અને સિદોન તથા પલેશેથના બધા પ્રાંતો, તમારે ને મારે શું લેવા દેવા? શું તમે પાછું વાળવા પ્રયત્ન કરો છો? સાવધાન રહો, તમે જો બદલો લેવા માંગશો, તો ઝડપથી હું તમારી તરફ ફરીશ અને ગણતરીઓ તમારા પર વાળીશ!
હવે તમે દાતરડાઁ ચલાવો, મોલ પાકી ગયો છે. આવો, દ્રાક્ષાચક્કી દ્રાક્ષથી ભરેલી છે; કૂંડા રસથી ઊભરાય ત્યાં સુધી દ્રાક્ષાઓને ગૂંધ્યા કરો.” કારણકે તેમની દુષ્ટતા વધી ગઇ છે.
યહોવા દેવ સિયોનમાંથી ગર્જના કરે છે અને યરૂશાલેમમાંથી ત્રાડ નાખે છે; તેથી પૃથ્વી અને આકાશ જે છે. પણ યહોવા તેનાં લોકો માટે સુરક્ષિત સ્થળ થશે. તે ઇસ્રાએલ માટે કિલ્લો છે.
ત્યારે તમે જાણશો કે, “હું મારા પવિત્ર પર્વત સિયોન ઉપર બેસનારો તમારો દેવ યહોવા છું. પછી યરૂશાલેમ પવિત્ર નગરી બનશે અને વિદેશીઓ તેના પર આક્રમણ કરશે નહિ.”યહૂદાને ફરીથી નવી બનાવાશે