યહોવાનું શરણું સ્વીકારો, તમારાં હૃદયનો મેલ ધોઇ નાખો, રખેને તમારા દુષ્કૃત્યોને કારણે મારો રોષ અગ્નિની જેમ ભભૂકી ઊઠે અને ઠાર્યો ઠરે જ નહિ અને ભડભડતો જ રહે.”
“સિંહ” પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે; તે તો પ્રજાઓનો વિનાશક છે; તારા દેશને ઉજ્જડ કરવા માટે તે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યો છે; તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે, તેઓમાં કોઇ રહેવાસી જોવામાં આવશે નહિ,
ત્યારે હું બોલ્યો, “આહા, પ્રભુ યહોવા, તેં અમને અને યરૂશાલેમના સર્વ લોકોને પૂર્ણપણે છેતર્યા છે તેઁ તેઓને કહ્યું, ‘તમે શાંતિ પામશો.’ પણ તમાર માથા પર તો તરવાર લટકી રહી છે.”
“તે સમય આવી રહ્યો છે, જ્યારે યરૂશાલેમના લોકોને કહેવામાં આવશે કે, અરણ્ય તરફથી તેઓના પર બાળી નાખે તેવા પવનો આવે છે. તે તો ઉપણવાના કે સ્વચ્છ કરવાના ઉપયોગમાં આવે તેવો હશે નહિ.
“હે યરૂશાલેમ તારાં પોતાનાં વર્તન અને કાર્યોને કારણે, તેં મારી વિરુદ્ધ બળવો કર્યો છે. માટે આ બધું તારા પર વિત્યું છે. આ તારી સજા છે! કેવી આકરી: તારા હૃદયને એ કેવું વીંધી નાખે છે!”
દેવ કહે છે, “જ્યાં સુધી મારા લોકો મૂર્ખતા ન છોડે ત્યાં સુધી, કારણ, મારા લોકો મૂરખ છે, તેઓ મને ઓળખતા નથી; એ લોકો નાદાન બાળકો છે. એમને કશી સમજ નથી. એ લોકો ભૂંડુ કરવામાં ઘણાં ચાલાક છે, પરંતુ સાચું આચરણ કરતાં એમને આવડતું નથી.”
સમગ્ર પૃથ્વી ચિંતા કરશે અને આકાશ અંધકારમય બની જશે. કારણ, યહોવા બોલી ચૂક્યો છે અને તેનો વિચાર તે બદલનાર નથી, તેણે નિર્ણય કર્યો છે અને તેમાંથી ડગનાર નથી.”
ઘોડેસવાર અને બાણાવળીનું નામ સાંભળતાં જ સમગ્ર દેશ નાસભાગ કરે છે. કેટલાક ઝાડીમાં ભરાઇ જાય છે, કેટલાક ડુંગરો પર ચઢી જાય છે. એકેએક શહેર સૂનું થઇ જાય છે, કોઇ ત્યાં રહેતું નથી.
તેં શા માટે તારા સૌથી સુંદર વસ્ત્રો અને ઘરેણાં પહેર્યાં છે? અને શા માટે આંખોમાં કાજળ લગાવીને આંખોને તેજસ્વી કરી છે? તેનાથી તને લાભ થવાનો નથી. તારા પ્રેમીઓ, પ્રજાઓ તારો ધિક્કાર કરે છે અને તારો વિનાશ કરવાનું ઈરછે છે.
હું કોઇની પ્રસવવેદનાની ચીસ જેવી ચીસ સાંભળું છું. પ્રથમ બાળકને જન્મ આપતી વખતે પ્રસૂતિની વેદનાથી કષ્ટાતી સ્ત્રીના સાદ જેવો અવાજ મેં સાંભળ્યો છે. એ તો મારા લોકોનો અવાજ છે. તેઓ હાંફી ગયા છે તેઓ પોતાના હાથને ખેંચી રહ્યા છે અને રડે છે, “અમે ડૂબી ગયા છીએ, અમારો સંહાર કરી રહ્યા છે, તેની સામે અમે બેભાન થઇ રહ્યા છીએ.”