Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Books

Jeremiah Chapters

Jeremiah 18 Verses

1 યહોવાનું જે વચન યમિર્યાની પાસે આવ્યું તે એ છે કે,
2 “તું એકદમ કુંભારને ઘેર જા અને ત્યાં હું તને મારે જે કહેવાનું છે તે કહીશ.”
3 પછી હું કુંભારને ઘેર ગયો. અને જોયું તો તે ચાક પર કામ કરતો હતો.
4 પરંતુ તે જે વાસણ ઘડતો હતો તે તેની ઇચ્છા મુજબ તૈયાર થયું નહિ, તેથી તેણે તેને તોડીને ફરીથી માટીનો પિંડ પોતાને સારું લાગ્યું તેવા ઘાટનું બનાવ્યું અને બીજીવાર વાસણ બનાવવાની શરૂઆત કરી.
5 પછી યહોવાની વાણી મને સંભળાઇ:
6 “હે ઇસ્રાએલ, આ કુંભારે જેમ માટીના પિંડનું જે કર્યું તેવું શું હું તમારી સાથે ન કરી શકું? જેમ માટીનો પિંડ કુંભારના હાથમાં છે તેમ તમે મારા હાથમાં છો.
7 કોઇ વાર હું કોઇ પ્રજાને કે રાજયને ઉખેડી નાખવાની, તોડી પાડવાની કે ખેદાનમેદાન કરી નાખવાની ધમકી આપું,
8 અને તે પ્રજા જો દુષ્ટ માગેર્થી પાછી વળે તો તેના પર આફત ઉતારવાનો મેં કરેલો વિચાર માંડી વાળું;
9 અથવા કોઇવાર હું કોઇ પ્રજાને કે રાજ્યને મજબૂત અને સ્થિર કરવાનું વિચારું.
10 પણ પછી તે પ્રજા પોતાના વિચારો બદલી નાખે અને દુષ્ટતા તરફ ફરે તથા મને આધીન થવાની ના કહે તો હું પણ મારા વિચારો ફેરવીશ અને મેં કહ્યું હતું તે પ્રમાણે હું તેઓને આશીર્વાદ આપીશ નહિ.
11 “હવે જા અને યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને કહે કે, ‘આ યહોવાના વચન છે: સાંભળો, હું તમારે માટે આફતની તૈયારી કરી રહ્યો છું. હું તમારી વિરુદ્ધ યોજના ઘડી રહ્યો છું. માટે હવે તમારામાંનો એકેએક માણસ દુષ્ટ માગેર્થી પાછો વળે, પોતાનાં આચરણ અને કમોર્ સુધારે.’
12 પણ તેઓ કહે છે કે, ‘તારો સમય વેડફીશ નહિ. યહોવા કહે છે તે પ્રમાણે આચરણ કરવાનો અમારો કોઇ જ વિચાર નથી. અમે અમારી ઇચ્છા પ્રમાણે જ સર્વ પ્રકારના બંધનોથી મુકત અને સંપૂર્ણ હઠીલાઇથી તથા દુષ્ટતામાં જીવવાનું ચાલુ રાખીશું!”‘
13 તેથી યહોવા કહે છે, “બધી પ્રજાઓમાં જઇને પૂછો, ‘કોઇએ કદી આવું સાંભળ્યું છે?’ મારી પ્રજા ઇસ્રાએલે ભયંકર કૃત્ય કર્યું છે.
14 લબાનોન પર્વતોની ટોચ પરનો બરફ કદી જ ઓગળી જતો નથી. હેમોર્ન પર્વતના ખડકોમાંથી વહેતાં ઠંડા પાણીના ઝરાઓ કદી સુકાઇ જતા નથી.
15 પણ મારા લોકો મને ભૂલી ગયા છે. તેઓ નિરર્થક તુચ્છ મૂર્તિને ધૂપ ચઢાવે છે. તેઓએ તેમના પૂર્વજોના સારા માગોર્નો ત્યાગ કર્યો છે અને પગદંડી વગરના ગંદા રસ્તાઓ પર ચાલ્યા છે.
16 તેમણે પોતાના દેશના એવા ભયંકર હાલ કર્યા છે કે લોકો સદા તેનો તિરસ્કાર કરશે. જતા આવતા સૌ કોઇ એની દશા જોઇને આભા બની માથું ધુણાવશે.
17 મારા લોકોને હું પૂર્વના વાયરાની જેમ દુશ્મનો આગળ વેરવિખેર કરી નાખીશ. તેમની આફતને વખતે હું તેમના તરફ પીઠ ફેરવીશ, જોઇશ સુદ્ધાં નહિ.”
18 પછી લોકોએ કહ્યું, “આવો આપણે યમિર્યાને દૂર કરીએ, આપણી પાસે આપણા પોતાના યાજકો આપણને શીખવવા માટે, શાણા પુરુષો આપણને સલાહ આપવા માટે, તથા પ્રબોધકો આપણે શું કરવું તે આપણને કહેવા માટે છે. આપણને યમિર્યાની સલાહની જરાય જરૂર નથી. આપણે તેને ચૂપ કરી દઇએ. જેથી તે આપણી વિરુદ્ધ કાઇં પણ વધારે બોલી શકે નહિ અને આપણને ફરીથી હેરાન કરે નહિ.”
19 યમિર્યાએ પ્રાર્થના કરી, “હે યહોવા, મને ધ્યાનથી સાંભળ! મારા દુશ્મનો મારી વિરુદ્ધ જે કહે છે તે સાંભળ!
20 ભલાઇનો બદલો બૂરાઇથી કરાય તેમ છતાં, એ લોકો મારે માટે ખાડો ખોદી રહ્યા છે. તારો રોષ તેમના પરથી ઊતરે એટલા માટે તારી સમક્ષ ઊભા રહીને મેં એમની વકીલાત કરી હતી તે યાદ કર.
21 તો હવે તું એમના બાળકોને દુકાળને હવાલે કર. તેમને તરવારની ધારે મરવા દે. તેમની સ્ત્રીઓને પુત્રવિહોણી અને પતિવિહોણી થવા દે. પુરુષોને રોગથી અને જવાનો લડાઇમાં તરવારથી માર્યા જાય.
22 અચાનક લશ્કરી ટૂકડીઓ તેઓ પર આવી ચઢે અને તેઓનાં ઘરોમાંથી ચીસો સાંભળશે, જ્યારે તું તારું લશ્કર લઇને તેમની પર ચઢી આવે, કારણ કે મને ખાડામાં પાડી નાખવા માટે તેઓએ ખાડો ખોદ્યો છે. અને મારા રસ્તામાં તેઓએ છૂપાં છટકાં ગોઠવી રાખ્યા છે.
23 પણ, હે યહોવા, મારો જીવ લેવા માટેનાં એમના તમામ ખૂની કાવત્રાઓ તમે જાણો છો. તમે તેઓને માફ કરશો નહિ, એમનાં પાપકમોર્ ભૂલશો નહિ, તેઓ તમારી સમક્ષ ઠોકર ખાઇને પછડાઇ પડો. તમારો રોષ ભભૂકી ઊઠયો હોય ત્યારે જ એમને સજા કરજો.”
×

Alert

×