અમારી કલ્પનામાં ન આવે તેવાં પ્રભાવિત ભયંકર કામો જ્યારે કરતાં હતાં, તેવા એક સમયે તમે જ્યારે નીચે અવતરણ કર્યું, અને પર્વતોએ તમને નિહાળ્યા ત્યારેે તેઓ ભયથી કંપી ઊઠયા!
કારણ કે પ્રાચીન સમયથી આજ સુધી કોઇપણ વ્યકિતએ બીજા કોઇ પણ વિષે જોયુ કે સાંભળ્યું નથી, સિવાય કે આપણા દેવ, જેણે તેઓની પ્રતિક્ષા કરનારાઓના હિતમાં કાર્ય કર્યા છે.
આનંદથી ભલાં કાર્યો કરનારાઓને તથા દેવના માગેર્ ચાલનારા સૌને તમે આવકારો છો. પરંતુ અમે દેવનો ભય રાખનારા નથી; અમે સતત પાપ કર્યા કરીએ છીએ અને અમારા સમગ્ર જીવન દરમ્યાન પાપી જ રહ્યા છીએ. તેથી અમારા પર તમારો રોષ ભારે છે, અમે કઇ રીતે બચી શકીએ?
અમે બધા અપવિત્ર થઇ ગયા છીએ. અમારાં ધર્મકાર્યો સુદ્ધાં મેલા વસ્ત્રો જેવા છે. અમે બધાં પાંદડાની જેમ ચીમળાઇ ગયા છીએ અને અમારાં પાપ પવનની જેમ અમને તાણી જાય છે.
કોઇ તમારા નામે વિનંતી કરતા નથી, કે કોઇ તમને વળગી રહેવા પ્રયત્ન કરતું નથી. તેં તારું મુખ અમારાથી ફેરવી લીધું છે અને અમને અમારાં દુષ્કમોર્ને હવાલે કરી દીધા છે.
અમારું પવિત્ર અને ભવ્ય મંદિર, જ્યાં અમારા પિતૃઓ તમારી સ્તુતિ કરતા હતા, તે બળીને ખાખ થઇ ગયું છે; જે જોઇને અમે આનંદ પામતા હતા, તે બધું ખંડેર બની ગયું છે.