Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Books

Isaiah Chapters

Isaiah 63 Verses

1 અદોમના નગર બોસ્રાહથી આ કોણ આવે છે? કિરમજી રંગના શોભાયમાન વસ્ત્રોમાં સજ્જ થઇને વીરત્વ ભરી ચાલે આ કોણ આવે છે? એ તો હું યહોવા છું. “તમારું તારણ પ્રગટ કરું છું. તમારો ઉદ્ધાર કરવાને શકિતમાન અને સમર્થ એવો હું યહોવા છું.”
2 “કૂંડીમાં દ્રાક્ષ ગુંદનારા વસ્ત્રની જેમ તારાં વસ્ત્રો લાલ કેમ છે?”
3 “મેં એકલાએ દ્રાક્ષ ગૂંદી છે. મને મદદ કરવા માટે ત્યાં કોઇ ન હતું. મારા ક્રોધમાં મેં મારા શત્રુઓને દ્રાક્ષાની જેમ ગૂંદી નાખ્યા, રોષે ભરાઇને મેં તેમને રોળી નાખ્યા અને તેમના લોહીની પિચકારી મારાં વસ્ત્રો ઉપર ઊડી અને મારાં વસ્ત્રો બધાં ખરડાઇ ગયા.
4 કારણ, શત્રુઓને સજા કરી મારા પોતાના લોકોને મુકત કરવાનો મેં નક્કી કરેલો સમય આવી ચૂક્યો છે.
5 મેં આજુબાજુ નજર નાખી પણ કોઇ મારી મદદે આવ્યું નહિ. મારી સાથે આવનાર કોઇ નથી એ જોઇને હું અચંબામાં પડી ગયો.
6 તેમ છતાં મારા બાહુએ મને વિજય અપાવ્યો, મારા ક્રોધમાં મેં વિદેશી પ્રજાઓને કચડી નાખી અને તે સર્વ લથડિયાં ખાઇને જમીન પર પડી ગઇ.”
7 યહોવાના ઉપકારો હું સંભારીશ અને આપણે માટે એણે જે કાઇં કર્યું છે તે માટે હું તેના ગુણગાન ગાઇશ. પોતાની અપાર કરુણા અને દયાથી પ્રેરાઇને તેણે ઇસ્રાએલના લોકોનું ભારે મોટું કલ્યાણ કર્યું છે.
8 તેણે કહ્યું, “ખરેખર તેઓ મારી પ્રજા છે, મારા સંતાન છે; તેઓ મને દગો નહિ દે.”
9 અને તેણે તેઓને બધાં સંકટોમાંથી ઉગારી લીધા. તેઓને બચાવવા માટે તેણે કોઇ દૂત નહોતો મોકલ્યો, તે જાતે આવ્યા હતા. તેણે ઊંચકીને ભૂતકાળમાં બધો સમય તેઓને ઉપાડ્યા કર્યા.
10 આમ છતાં તેઓએ દગો કરીને તેમની વિરુદ્ધ બળવો કરી તેમના પવિત્ર આત્માને દુભાવ્યો. એ પછી તે તેમના દુશ્મન બન્યા અને જાતે તેમની સામે યુદ્ધે ચડ્યા.
11 પછી તેમણે તેમના સેવક મૂસાના જૂના દિવસો યાદ કર્યા અને કહેવા લાગ્યા, પોતાના લોકોના આગેવાનને સમુદ્રમાંથી પાર ઉતારનાર યહોવા ક્યાં છે? તેમનામાં પોતાના આત્માનો સંચાર કરનાર એ ક્યાં છે?
12 પોતાના સંપૂર્ણ સાર્મથ્યથી મૂસાની સાથે રહેનાર ક્યાં છે? પોતાના લોકોને માટે જળના બે ભાગ કરી તેમને સમુદ્રમાંથી દોરી લાવી અમર કીતિર્ પ્રાપ્ત કરનાર ક્યાં છે?
13 જેણે અમને જાણે મેદાન પર ઘોડો ચાલતો હોય તેમ ઊંડાણમાં એવી રીતે ચલાવ્યા કે અમે ઠોકર ખાધી નહિ, તે ક્યાં છે?
14 ખીણમાં ઊતરી જનારાં ઢોરની જેમ તેઓ યહોવાના આત્માથી વિશ્રામ પામ્યા; તે મુજબ તે પોતાને માટે મહિમાવંત નામ કરવા માટે તમારા લોકોને દોર્યા.
15 હે યહોવા, ઉપર સ્વર્ગમાંથી નીચે ષ્ટિ કર, તારા ભવ્ય અને પવિત્રસ્થાનમાંથી ષ્ટિપાત કર. ક્યાં છે તારી શકિત? ક્યાં છે તારી અમારા પ્રત્યેની હૃદયની ઘેલછા? ક્યાં છે તારો ઊભરાતો પ્રેમ અને તારી દયા? એને તું અટકવતો લાગે છે!
16 હજુ પણ સાચે જ તમે અમારા પિતા છો! જો ઇબ્રાહિમ અને ઇસ્રાએલ(યાકૂબ) અમારો અસ્વીકાર કરે તોયે, હે યહોવા, તું અમારો પિતા છે, પ્રાચીન સમયથી તું ‘અમારો ઉદ્ધારક’ એ નામથી ઓળખાતો આવ્યો છે.
17 હે યહોવા, શા માટે તમે અમારાં હૃદયો કઠણ કર્યા અને અમને તમારા માગોર્થી વાળ્યાં છે? પાછા આવો, તમારા સેવકોને ખાતર, જે કુળો તમારા જ છે.
18 થોડા સમય માટે, તમારા પવિત્ર લોકો તમારા પવિત્ર ધામને ધરાવતા હતાં, પણ હવે અમારા શત્રુઓએ તમારા મંદિરને રોળી નાખ્યું છે.
19 અમારા પર તું રાજ્ય ન કરતો હોય તે રીતે, અમે તારી પ્રજા ન હોઇએ તે રીતે, અમે ઘણો સમય વિતાવ્યો!
×

Alert

×