તે દરમ્યાન તેણે પોતના મહેલના મુખ્ય કારભારી એલ્યાકીમને, મંત્રી શેબ્નાને તેમ જ યાજકોના આગેવાનોને શોકકંથા ઓઢાડીને આમોસના પુત્ર યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.
તેમણે જઇને કહ્યું, “હિઝિક્યાએ આ પ્રમાણે કહેવડાવ્યું છે: આજે અમારે માટે દુ:ખનો દિવસ છે; નિરાશા અને આપત્તિનો દિવસ છે, બાળક અવતરવાની શકિત વિનાની સ્ત્રી જેવી અમારી દશા છે.
આશ્શૂરના રાજાના મુખ્ય સંદેશવાહકે જીવતા દેવની મશ્કરી અને નિંદા કરી છે; યહોવા, તમારા દેવે તે સાંભળી છે, એ શબ્દો માટે યહોવા તેમને જરૂર શિક્ષા કરશે, હે યશાયા, અમે જે બચી ગયા છીએ તેઓ માટે પ્રાર્થના કર.”
પછી તેણે તેમને પ્રત્યુત્તર આપ્યો: “તમારા ધણીને જઇને કહો કે, આ યહોવાના વચન છે: ‘આશ્શૂરના રાજાના નોકરોને મોઢે મારી નિંદાના જે વચનો તેં સાંભળ્યા છે તેનાથી ગભરાઇશ નહિ.
ત્યાં આશ્શૂરના રાજાને એવા સમાચાર મળ્યા કે કૂશનો રાજા તિર્હાકાહ તેમની સામે લડવા આવે છે. એટલે તેણે સંદેશ વાહકોને યહૂદીયાના રાજા હિઝિક્યા પાસે મોકલી કહાવ્યું કે,
આશ્શૂરના રાજાઓ જ્યાં ગયા છે તેના પરિણામો શું આવ્યા છે તે તું યાદ રાખ. કારણ કે તેઓનો વિરોધ કરનાર દરેકનો તેઓએ પૂરેપૂરો વિનાશ કરી નાખ્યો છે. શું તું માને છે કે તું છટકી જઇશ, જ્યારે તેઓ તેમ ન કરી શક્યા?
તેમના દેવોને અગ્નિમાં પધરાવી દીધાં છે; પણ એ તો દેવો નહોતા, પરંતુ માણસના હાથ વડે બનાવેલી વસ્તુ, ફકત લાકડાં અને પથ્થર હતા, અને તેથી તેમણે તેમનો નાશ કર્યો હતો.
પછી આમોસના પુત્ર યથાયાએ હિઝિક્યા રાજાને આ સંદેશો મોકલાવ્યો: “ઇસ્રાએલના યહોવા દેવ કહે છે કે, ‘આશ્શૂરના રાજા સાન્હેરીબની વિરુદ્ધ કરેલી પ્રાર્થનાનો મારો પ્રત્યુત્તર આ મુજબ છે.’
તારા નોકરો મારફતે તેં મારું અપમાન કર્યું છે; તે કહ્યું છે કે, ‘મારા રથમાં બેસીને મેં મહાન પરાક્રમો કર્યા છે, હું પર્વતોં ચઢયો છું અને તેના શિખરો પર પહોચ્યો છું. લબાનોનના ઊંચામાં ઊંચા શિખર પર હું ચઢયો છું, મેં ઊંચામાં ઊંચા એરેજવૃક્ષોને તથા સૌથી ઉત્તમ દેવદારના વૃક્ષોને કાપી નાખ્યા છે, મેં તેઓના ઊંચામાં ઊંચા પર્વતોને જીતી લીધા અને તેઓના ગાઢ જંગલોમાં પહોચ્યો છું.
‘પણ શું તને ખબર નથી કે, મેં ઘણા સમય અગાઉ આ બધી યોજના બનાવી હતી? અને અત્યારે મેં એને હકીકત બનાવી છે. મેં તારી પાસે કિલ્લેબંદીવાળાં નગરોનો નાશ કરાવી ખંડેરોનો ગંજ ખડકાવ્યો છે.’
ત્યાંના રહેવાસીઓ શકિતહીન, ભયભીત, અને હાંફળાફાંફળા બની ગયા હતા. અને વગડાના છોડ જેવા, કુમળા ઘાસ જેવા, છાપરા ઉપર ઊગી નીકળેલા ને લૂથી બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.
પરંતુ હું જાણું છું, તું ક્યારે ઉભો થાય છે, ક્યારે તું બેસી જાય છે, ક્યારે તું બહાર જાય છે, ક્યારે તું અંદર આવે છે, તથા તું જે કરે છે, તે સર્વ હું જાણું છું અને મારી વિરુદ્ધ જે રીતે તું રોષે ભરાયો છે, તે પણ હું જાણું છું.
કારણ કે મારી વિરુદ્ધના તારા રોષ વિષે અને તારી ઉદ્ધતાઇ વિષે મેં સાંભળ્યું છે. તેને લીધે હું તારા નાકમાં મારી કડી તથા તારા હોઠોની વચ્ચે મારી લગામ નાખીને જે માગેર્ તું આવ્યો છે તે જ માગેર્ તારા પોતાના દેશમાં તને પાછો દોરી જઇશ.”‘
પછી યશાયાએ હિઝિક્યાને કહ્યું, “તારા માટે આ એધાણી છે: આ વષેર્ તમે આપમેળે ઊગી નીકળેલા દાણા ખાશો, પછીના વષેર્ પહેલા વર્ષના પાકમાંથી ઉગાડેલા અનાજ ખાશો. પણ ત્રીજા વષેર્ તમે વાવશો અને લણશો, દ્રાક્ષનીવાડીઓ કરશો અને તેના ફળ ખાશો.
એટલે, આશ્શૂરના રાજાના સંબંધમાં યહોવાની વાણી આ મુજબ છે:“તે આ શહેરમાં પ્રવેશ નહિ કરે; તેમ તે એની સામે બાણ પણ નહિ છોડે, ઢાલ લઇને એની સામે નહિ આવે, તેમ એની સામે મોરચો પણ નહિ માંડે,
એક દિવસ તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, એવામાં તેના પુત્રો આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તરવારથી મારી નાખી અરારાટ ભાગી ગયા. તેનો પુત્ર એસાર-હાદ્દોન તેના પછી ગાદીએ આવ્યો.