લોકો કહે છે, “આવો આપણે પાછા યહોવા પાસે જઇએ. તેમણે આપણને ચીરી નાખ્યા છે, અને તે જ આપણને પાછા સાજા કરશે; તેણે આપણને ઘા કર્યા છે, અને તે જ આપણને પાટાપીંડી કરશે.
ચાલો આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ; તે આપણને ઉગતા સૂરજની જેમ ચોક્કસ પ્રાપ્ત થશે. વસંતઋતુંમાં પૃથ્વીને લીલીછમ કરનાર છેલ્લા વરસાદની જેમ, તે આવશે.
એ માટે મેં તેઓને પ્રબોધકોની મારફતે હત્યા કરી છે; મેં મારા મુખનાઁ વચનોથી તેઓનો સંહાર કર્યો છે! દિવસ પછી રાત ચોક્કસ આવે છે, તેમ અચાનક ચેતવણી આપ્યા વીના મારા ન્યાયચુકાદા પ્રગટતા અજવાળા રૂપ, તમારા ઉપર ચોક્કસ આવી પડશે.