હે યહોવા, તમારા વિષે હવે મેં સાંભળ્યું છે, અને મને ચિંતા થાય છે, ભૂતકાળમાં જેમ તમે કર્યું હતું તેમ અમારી જરૂરિયાતના આ સમયમાં ફરી વાર અમારી સહાય કરો. આ જરૂરિયાતના સમયમાં તમારી જાતને બતાવો, તમારા ક્રોધમાં દયાળુ થવાનું ભૂલતા નહિ.
તે ઊભા થાય છે અને પૃથ્વીને હલાવે છે, તેની નજરથી લોકોને વિખેરી નાખે છે, પ્રાચીન પર્વતોના ટૂકડે ટૂકડા થઇ જાય છે, પ્રાચીન ટેકરીઓ નમી જાય છે, તેઓ હંમેશા આવાજ હતા.
હે યહોવા, તમે નદીઓ પર ગુસ્સે થયા છો? શું તમે ઝરણાઓ પર રોષે ભરાયા છો? શું તમારો ક્રોધ સમુદ્ર પર છે? જેને કારણે તમે ઘોડાઓને, વિજ્યી રથો પર સવારી કરી રહ્યાં છો?
તમે તમારા લોકોના ઉધ્ધારને માટે, વળી તમારા અભિષિકતના ઉધ્ધારને માટે પણ બહાર ગયા. તમે દરેક દુષ્ટ કુળના નેતાઓને કાપી નાખો છો અને જમીનથી ગળા સુધી તેમને ખુલ્લા પાડો છો.
તમે લડવૈયાઓના માથા તેમના પોતાના જ ભાલાઓથી વીંધી નાખો છો. જ્યારેે તેઓ વાવાઝોડાની જેમ અમને મારી નાખવા આવ્યા. સંતાઇ ગયેલા ગરીબોને ભસ્મસાત કરનારા લોકોની જેમ તેઓ આનંદ માને છે.
એ સાંભળીને તો હું ધ્રુજી ઊઠું છું; મારા હોઠ અને મારા પગતળેથી ધરતી ખસી જાય છે, મારાઁ હાડકાં સડી જાય છે, મારું આખું શરીર ધ્રુજે છે, પણ હું ધીરજપૂર્વક આફતના દિવસની રાહ જોઉં છું જ્યારે તે લોકોનું લશ્કર અમારી સામે ચઢી આવશે.
ભલેને અંજીરીને ફૂલના બેસે, ને દ્રાક્ષની લતાઓને દ્રાક્ષા ન આવે; જૈતૂનનો પાક નિષ્ફળ જાય, ને ખેતરોમાં ધાન ન પાકે, કોડમા ઢોરઢાંખર ના રહે, ને નાશ પામે વાડામાં ને તબેલામા ,ઘેટાંબકરાં,