Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Genesis Chapters

Genesis 49 Verses

Bible Versions

Books

Genesis Chapters

Genesis 49 Verses

1 પછી યાકૂબે પોતાના પુત્રોને પાસે બોલાવ્યા અને કહ્યું, “તમે બધા ભેગા થાઓ એટલે હું તમને તમાંરા પર ભવિષ્યમાં જે વીતશે તે તમને કહું,
2 “યાકૂબના પુત્રો તમે ભેગા થાઓ, ને સાંભળો; અને તમાંરા પિતા ઇસ્રાએલની વાત ધ્યાનપૂર્વક સાંભળો.
3 “રૂબેન, તું તો માંરો જયેષ્ઠ પુત્ર છે, માંરું સાર્મથ્ય અને માંરા પુરૂષત્વનું પ્રથમ ફળ છે. તું માંનમર્યાદામાં સૌથી મોખરે અને શકિતમાં પણ મોખરે છે.
4 પૂર જેવાં તારા તીવ્રં આવેશને તું રોકી ન શક્યો; તેથી તું માંરા સૌથી માંનીતો પુત્ર નહિ બને, તું તારા પિતાની શૈયા પર ચઢીને તેની પત્નીઓમાંથી એક સાથે સુતો. તું જે શૈયા પર સૂતો તેને શરમજનક બનાવી છે.”
5 “વળી શિમયોન તથા લેવી બંને સગાં ભાઈઓ છે, એમની તરવાર હિંસાનુ હથિયાર છે,
6 હું એમના કાવતરામાં ભાગ નહિ લઉ. એમના ગુપ્ત મેળાપોમાં સામેલ નહિ થાઉં, કારણ કે તેઓ ક્રોધને વશ થઈને માંણસોનો વધ કરે છે, અને માંત્ર મજાક કરવા પ્રાણીઓને ઇજા પહોંચાડે છે.
7 એમનો ક્રોધ એક શાપ છે. એ ખુબ મજબૂત છે. તેઓ જ્યારે ક્રોધમાં ગાંડાતૂર થાય છે ત્યારે ખૂબ જ નિર્દય બને છે. યાકૂબની ભૂમિમાં તેઓની પોતાની જમીન નહિ હોય. તેઓ આખા ઇસ્રાએલમાં પથરાઇ જશે.”
8 “યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે; તારા પિતાના પુત્રો તારી આગળ પ્રણામ કરશે.
9 યહૂદા યુવાન સિંહ છે, તે ખૂન કરીને આવ્યો છે, તે સિંહની જેમ થાક ખાવા બેઠો છે. એને છંછેડવા જેટલું બહાદુર કોઇ નથી?
10 યહૂદા પરિવારના (પુરુષ) માંણસો રાજા થશે. તેના પરિવારનો રાજદંડ જ્યાંં સુધી વાસ્તવિક રાજા ન આવે ત્યાં સુધી જશે નહિ. પછી અનેક લોકો તેનું પાલન કરશે અને તેની સેવા કરશે.
11 તે પોતાના ગધેડાને દ્રાક્ષના વેલા સાથે બાંધે છે, પોતાના ખોલકાને સૌથી ઉત્તમ દ્રાક્ષના વેલા સાથે બાંધે છે. વળી પોતાનાં વસ્રો દ્રાક્ષારસમાં ધૂએ છે, અને પોતાનો પોષાક દ્રાક્ષના રકતમાં ધૂએ છે.
12 દ્રાક્ષારસથી તેની આંખો રાતી થઈ છે, અને તેના દાંત દૂધથી ઉજળા થયા છે.”
13 “ઝબુલોન દરિયાકાંઠે રહેશે જે વહાણોનું બંદર બનશે. અને તેની સીમાં છેક સિદોન સુધી પહોંચશે.”
14 “ઈસ્સાખાર બળવાન ગધેડો છે, પણ ઘેટાંઓના વાડામાં જઈને તે આરામથી બેઠો છે.
15 અને તેણે એક આરામ સ્થાન જોયું તો તે સારું હતું. તેને આરામ મીઠો અને પ્રદેશ ખુશનુમાં લાગ્યો. તેથી તેણે બોજો ઉઠાવવા માંટે ખાંધ નમાંવી, અને વેઠ કરનારો ગુલામ બન્યો.”
16 “ઇસ્રાએલના અન્ય પરિવારની જેમ જ દાન પોતાના લોકોનો ન્યાય પોતે કરશે.
17 દાન માંર્ગ પાસેનો સર્પ છે, તે એક સર્પ જેવો છે જે ઘોડાના પગને ડંખ માંરે છે, ને સવાર જોરથી પછાડ ખાઈને જમીન પર પડે છે.
18 ઓ યહોવા! તું કયારે તારણ કરે એની હું વાટ જોઉં છું.”
19 “ગાદ પર હુમલાખોરો આક્રમણ કરશે, અને તે તેમનો પીછો કરીને વળતો હુમલો કરશે.”
20 “આશેર પાસે શ્રેષ્ઠ જમીન હશે કે, જેમાં પુષ્કળ પ્રમાંણમાં સારા અનાજની ઊપજ થતી હોય અને તે રાજાને લાયક શ્રેષ્ઠ અનાજ ઉત્પન કરશે.”
21 “નફતાલી છૂટથી દોડતુ હરણ છે, એના શબ્દો હરણીના સુંદર બચ્ચાં જેવા છે.”
22 “યૂસફ ફળદ્રુપ ડાળ છે, ઝરા પાસેથી ફળવંત વેલ, દ્રાક્ષ એક વેલ જેવી શાખા જે દીવાલ સાથે વધે છે.
23 તીરંદાજો તેની વિરુધ્ધ લડ્યાં, તેઓએ તેમના તીરો વડે ક્રૂરતાથી તેના પર આક્રમણ કર્યુ.
24 પણ તેમનાં ધનુષ્ય થંભી ગયાં, તેમના બાહુ ધ્રુજી ઊઠયા, યાકૂબના સમર્થ દેવના પ્રતાપે આ બધું બન્યું.
25 તેને ઇસ્રાએલના ખડક, તમાંરા પૂર્વજોના દેવ, તરફથી શકિત મળી હતી. અને તમે સર્વસમર્થ દેવથી આશીર્વાદિત થશો. તે તમને ઉપર આકાશ અને ખૂબ નીચેથી આશીર્વાદ આપે. એ તમને છાતી અને ગર્ભમાંથી આશીર્વાદો આપે.
26 તારા પિતાને મળેલા આશીર્વાદો, તારા પિતૃઓને મળેલા આશીર્વાદો કરતાં મોટા છે, સદાકાળ ટકી રહેનારા પર્વતોની અત્યંત દૂરની સીમાં સુધી વધ્યા છે; તારા ભાઈઓએ તારા માંટે કાંઇ મૂક્યું નથી પરંતુ હવે હું પર્વત જેટલા ઉંચા આશીર્વાદોનો ઢગલો તારા પર કરીશ.”
27 “બિન્યામીન તો ફાડી ખાનાર વરુ છે. સવારે તે શિકાર ખાય છે અને સંધ્યાકાળે એ શિકાર વહેંચે છે.”યાકૂબનું અવસાન
28 એ બધાં ઇસ્રાએલના બાર કુળ છે; તેમના વડવાએ તેમને જે કહીને આશીર્વાદ આપ્યા તે આ છે; તેણે પ્રત્યેકને પોતપોતાની યોગ્યતા પ્રમાંણે તેઓને આશીર્વાદ આપ્યા.
29 યાકૂબે પોતાના પુત્રોને આજ્ઞા કરી કે, “હવે હું માંરા પિતૃઓને ભેગા થવાની અણી પર છું. મને માંરા પિતૃઓ ભેગો એફ્રોન હિત્તીના ખેતરમાં આવેલી ગુફામાં દફનાવજો.
30 એ ગુફા કનાન દેશમાં માંમરેની સામે માંખ્પેલાહના ખેતરમાં છે. ઇબ્રાહીમે તે એફ્રોન હિત્તી પાસેથી કબ્રસ્તાન તરીકે વાપરવા ખરીદી હતી.
31 જ ઇબ્રાહીમ અને તેની પત્ની સારાને દફનાવેલાં છે. ત્યાં જ ઇસહાક અને તેની પત્ની રિબકાને પણ દફનાવ્યાં છે. અને ત્યાં જ મેં પણ લેઆહને દફનાવેલ છે.
32 હેથના પુત્રો પાસેથી જે ખેતર તેમાંની ગુફા સાથે ખરીદવામાં આવેલ છે.”
33 યાકૂબે પોતાના પુત્રોને સૂચના આપ્યા પછી પોતાના પગ પથારીમાં લઈ સૂઈ ગયો અને પ્રાણ છોડયો, અને તે પોતાના પૂર્વજોની સાથે ભળી ગયો.

Genesis 49:19 Gujarati Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×