પૂર જેવાં તારા તીવ્રં આવેશને તું રોકી ન શક્યો; તેથી તું માંરા સૌથી માંનીતો પુત્ર નહિ બને, તું તારા પિતાની શૈયા પર ચઢીને તેની પત્નીઓમાંથી એક સાથે સુતો. તું જે શૈયા પર સૂતો તેને શરમજનક બનાવી છે.”
હું એમના કાવતરામાં ભાગ નહિ લઉ. એમના ગુપ્ત મેળાપોમાં સામેલ નહિ થાઉં, કારણ કે તેઓ ક્રોધને વશ થઈને માંણસોનો વધ કરે છે, અને માંત્ર મજાક કરવા પ્રાણીઓને ઇજા પહોંચાડે છે.
એમનો ક્રોધ એક શાપ છે. એ ખુબ મજબૂત છે. તેઓ જ્યારે ક્રોધમાં ગાંડાતૂર થાય છે ત્યારે ખૂબ જ નિર્દય બને છે. યાકૂબની ભૂમિમાં તેઓની પોતાની જમીન નહિ હોય. તેઓ આખા ઇસ્રાએલમાં પથરાઇ જશે.”
યહૂદા પરિવારના (પુરુષ) માંણસો રાજા થશે. તેના પરિવારનો રાજદંડ જ્યાંં સુધી વાસ્તવિક રાજા ન આવે ત્યાં સુધી જશે નહિ. પછી અનેક લોકો તેનું પાલન કરશે અને તેની સેવા કરશે.
તે પોતાના ગધેડાને દ્રાક્ષના વેલા સાથે બાંધે છે, પોતાના ખોલકાને સૌથી ઉત્તમ દ્રાક્ષના વેલા સાથે બાંધે છે. વળી પોતાનાં વસ્રો દ્રાક્ષારસમાં ધૂએ છે, અને પોતાનો પોષાક દ્રાક્ષના રકતમાં ધૂએ છે.
અને તેણે એક આરામ સ્થાન જોયું તો તે સારું હતું. તેને આરામ મીઠો અને પ્રદેશ ખુશનુમાં લાગ્યો. તેથી તેણે બોજો ઉઠાવવા માંટે ખાંધ નમાંવી, અને વેઠ કરનારો ગુલામ બન્યો.”
તેને ઇસ્રાએલના ખડક, તમાંરા પૂર્વજોના દેવ, તરફથી શકિત મળી હતી. અને તમે સર્વસમર્થ દેવથી આશીર્વાદિત થશો. તે તમને ઉપર આકાશ અને ખૂબ નીચેથી આશીર્વાદ આપે. એ તમને છાતી અને ગર્ભમાંથી આશીર્વાદો આપે.
તારા પિતાને મળેલા આશીર્વાદો, તારા પિતૃઓને મળેલા આશીર્વાદો કરતાં મોટા છે, સદાકાળ ટકી રહેનારા પર્વતોની અત્યંત દૂરની સીમાં સુધી વધ્યા છે; તારા ભાઈઓએ તારા માંટે કાંઇ મૂક્યું નથી પરંતુ હવે હું પર્વત જેટલા ઉંચા આશીર્વાદોનો ઢગલો તારા પર કરીશ.”