Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Books

Genesis Chapters

Genesis 33 Verses

1 યાકૂબે સામે નજર કરી તો એસાવને આવતો જોયો; તેની સાથે 400 માંણસો હતા. યાકૂબે તેના પરિવારને ચાર સમૂહોમાં વહેંચ્યો. લેઆહ અને તેનાં બાળકો એક સમૂહમાં હતા. રાહેલ અને યૂસફ એક સમૂહમાં હતા. દાસીઓ અને તેનાં બાળકો બે સમૂહમાં હતા.
2 યાકૂબે દાસીઓ અને તેમનાં બાળકોને મોખરે રાખ્યાં. તેમની પાછળ લેઆહ અને તેનાં બાળકોને રાખ્યાં. અને યાકૂબે છેલ્લાં રાહેલ અને યૂસફને રાખ્યાં.
3 યાકૂબ પોતે એસાવની પાસે ગયો. તેથી એ પહેલો માંણસ હતો જેની પાસે એસાવ આવ્યો. તેના ભાઈ સુધી ચાલતાં યાકૂબે સાત વાર સાષ્ટાંગ પ્રણામ કર્યા.
4 જયારે એસાવે યાકૂબને જોયો. તે તેને મળવા દોડી આવ્યો અને તે તેને ભેટીને તેને ગળે વળગી પડીને ચુંબન કરવા લાગ્યો. બંન્ને ભાઈની આંખમાં આનંદના અશ્રુ આવ્યાં. બંન્ને રડી પડયા.
5 જયારે એસાવે નજર ઊંચી કરીને સ્ત્રીઓ અને બાળકોને જોયા ત્યારે તેણે પૂછયું, “તારી સાથે આ બધાં કોણ છે?”યાકૂબે જવાબ આપ્યો, “આ એ બાળકો છે જે મને દેવની કૃપાથી પ્રાપ્ત થયા છે. દેવ માંરા પ્રત્યે દયાળુ રહ્યાં છે.”
6 પછી દાસીઓ તેમનાં બાળકો સાથે તેમની નજીક આવી અને પગે લાગી.
7 એ જ રીતે લેઆહ અને તેનાં બાળકો નજીક આવ્યા અને પગે લાગ્યાં. અને છેવટે યૂસફ અને રાહેલ નજીક આવ્યા અને પગે પડયાં.
8 એસાવે કહ્યું, “મેં જે બધા લોકોને અહીં આવતાં જોયા, તે લોકો કોણ છે? અને આ બધાં પશુઓ શા માંટે છે?”યાકૂબે જવાબ આપ્યો, “એ તમાંરા માંટે માંરા તરફથી ભેટ છે. જેથી તમે માંરો સ્વીકાર કરી શકો. અને માંરા માંલિકની માંરા તરફ દયા રહે.”
9 પરંતુ એસાવે કહ્યું, “ભાઈ, તારે મને કોઈ ભેટ આપવાની જરૂર નથી. માંરી પાસે પૂરતું છે, તારું તારી પાસે રાખ.”
10 યાકૂબે કહ્યું, “ના,ના; હું તમાંરી પાસે માંગુ છું કે, માંરા પર કૃપા કરીને હું જે ભેટો આપું છું તેનો સ્વીકાર કરો. હું તમને ફરીથી જોઈને પ્રસન્ન થયો છું. કારણકે માંરે મન એ દેવનું મુખ જોવા જેવું છે. તમે માંરો સ્વીકાર કર્યો છે તે જાણીને હું પ્રસન્ન થયો છું.
11 તેથી હું વિનંતી કરું છું કે, જે ભેટો હું તમને આપું છું તેનો તમે સ્વીકાર કરો, દેવ માંરા પર ખૂબ દયાળું રહ્યાં છે અને માંરી પાસે મને જોઇતું બધું જ છે.” આમ તેણે એસાવને ભેટો સ્વીકારવા આજીજી કરી. તેથી એસાવે તે સ્વીકારી.
12 પછી એસાવે કહ્યું, “હવે તું તારી યાત્રા શરૂ કરી શકે છે. હું તારી સાથે આવીશ.”
13 પરંતુ યાકૂબે તેને કહ્યું, “તમે એ જાણો છો કે, માંરાં બાળકો હજુ નાનાં અને નિર્બળ છે, અને માંરી સાથે ધાવણાં બચ્ચાંવાળાં ઘેટાંબકરાં અને ઢોર છે. તેમની મને ચિંતા છે. એમને એક દિવસ પણ વધારે ઝડપથી ચલાવીએ તો બધાં જ ઢોરો મરી જશે.
14 તેથી મહેરબાની કરી તમે માંરાથી આગળ જાઓ, અને હું ધીમે ધીમે તમાંરી પાછળ આવીશ, હું માંરા બાળકો અને માંરા ઢોરોના રક્ષણ માંટે ધીમે ધીમે જઇશ જેથી તેઓ વધારે થાકી ન જાય. હું તમને સેઈરમાં મળીશ.”
15 એટલા માંટે એસાવે કહ્યું, “તો પછી હું માંરા માંણસોને તમાંરી સહાયતા માંટે મૂકતો જાઉ.”પરંતુ યાકૂબે કહ્યું, “એ તો તમાંરી વિશેષ દયા છે. શી જરૂર છે? આપની દયા છે એટલું બસ છે.”
16 એટલે એસાવ તે જ દિવસે સેઇર જવા પાછો વળ્યો.
17 પરંતુ યાકૂબ મજલ કાપતો કાપતો સુક્કોથ પહોચ્યો. ત્યાં તેણે તેને માંટે એક ઘર બનાવ્યું અને પોતાનાં ઢોરો માંટે નાનાં નાનાં (માંડવા) તબેલા બનાવ્યા, તેથી તે જગ્યાનું નામ ‘સુક્કોથ’ રાખવામાં આવ્યું.
18 આમ, યાકૂબે પોતાનું જે કંાઈ હતું તે બધું સુરક્ષિત પદ્દાંનારામમાંથી આવતાં કનાન દેશના શખેમ નગરમાં મોકલી દીધું અને તે નગર આગળ મુકામ કર્યો.
19 તેણે જે જમીન પર તંબુ તાણ્યા હતા તે જમીન તેણે શખેમના પિતા હમોરના પુત્રો પાસેથી 100 તોલા ચાંદીમાં વેચાતી લીધી.
20 યાકૂબે દેવની ઉપાસના માંટે ત્યાં એક વેદી ઊભી કરી ને તેનું નામ “એલ-એલોહે ઇસ્રાએલ” રાખ્યું અને તે ઇસ્રાએલના દેવના નામે અર્પણ કરી.
×

Alert

×