1
|
નૂહના પુત્રો શેમ, હામ અને યાફેથ હતા. જળપ્રલય પછી એ ત્રણે ઘણા પુત્રોના પિતા થયા. અહીં ત્રણેય ના પુત્રોની યાદી આપવામાં આવી છે. |
2
|
યાફેથના પુત્રો હતા: ગોમેર, માંગોગ, માંદાય, યાવાન, તુબાલ, મેશેખ અને તીરાસ. |
3
|
ગોમેરના પુત્રો હતા: આસ્કનાજ, રીફાથ અને તોગાર્માંહ. |
4
|
યાવાનના પુત્રો હતા: એલિશા, તાશીર્શ, કિત્તીમ, અને દોદાનીમ. |
5
|
ભૂમધ્ય-સમુદ્રની ચારે બાજુ અને તેના કાંઠા પ્રદેશમાં અને ટાપુઓમાં રહેનારા લોકો યાફેથના વંશજો જ હતા. પ્રત્યેક પુત્રને પોતાની ભૂમિ હતી. બધા પરિવારોનો વિકાસ થયો અને જુદા રાષ્ટો બની ગયાં. પ્રત્યેક રાષ્ટને પોતાની ભાષા હતી. |
6
|
હામના પુત્રો હતા: કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન. |
7
|
કૂશના પુત્રો હતા: સબા, હવીલાહ, સાબ્તાહ, રાઅમાંહ અને સાબ્તેકા.રાઅમાંહના પુત્રો હતા: શબા અને દદાન. |
8
|
કૂશને નિમ્રોદ નામે એક પુત્ર હતો. નિમ્રોદ પૃથ્વી પર પહેલો મહાન યોદ્વો હતો. |
9
|
તે યહોવાની કૃપાથી એક મોટો શિકારી પણ હતો. અને તેથી જ લોકો કહે છે, “દેવ તમને નિમ્રોદ જેવા મોટા શિકારી બનાવો.” |
10
|
શિનઆરના દેશમાં આવેલા બાબિલ, એરેખ, આક્કાદ અને કાલ્નેહમાં નિમ્રોદના રાજયની શરૂઆત થઈ. |
11
|
નિમ્રોદ આશ્શૂરમાં પણ ગયો. ત્યાં તેણે નિનવેહ, રેહોબોથઈર, કાલાહ અને |
12
|
રેસેન નગરો વસાવ્યાં. રેસેન એ નિનવેહ અને મહાનગરી કાલાહ વચ્ચે આવેલું છે. |
13
|
મિસરાઇમાંથી લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ, |
14
|
પાથરૂસીમ, કાસ્લુહીમ અને કાફતોરીમ ઊતરી આવેલા છે અને કાફતોરીમમાંથી પલિસ્તીઓ ઊતરી આવેલા છે. |
15
|
કનાનને બે પુત્ર થયા: સૌથી મોટો સિદોન અને બીજો હેથ, તેઓ એ નામે ઓળખાતી પ્રજાઓના પૂર્વજો હતા. |
16
|
કનાનના બીજા વંશજો: યબૂસીઓ, અમોરીઓ, ગિર્ગાશીઓ, |
17
|
હિવ્વીઓ, આરકીઓ, સીનીઓ, |
18
|
આરવાદીઓ, સમાંરીઓ અને હમાંથીઓ. પછી કનાનીઓની જુદીજુદી જાતિઓ ફેલાવા લાગી. |
19
|
કનાનીઓની ભૂમિ ઉત્તરમાં સિદોનથી દક્ષિણમાં ગેરાર,પશ્ચિમમાં ગાઝાથી પૂર્વમાં સદોમ અને ગમોરાહ અને આદમાંહ અને સબોઇમથી લાશા સુધી વિસ્તરેલી હતી. |
20
|
આ બધા હતા હામના વંશજો. આ બધા પરિવારોની પોતપોતાની ભાષાઓ અને પોતપોતાના પ્રદેશો હતા. તે બધા જુદા જુદા રાષ્ટો થઈ ગયા. |
21
|
યાફેથનો મોટો ભાઈ શેમ હતો. શેમનો એક વંશજ હેબેર હિબ્રૂ લોકોનો પિતા હતો. |
22
|
શેમના પુત્રો હતા: એલામ, આશુર, આર્પાકશાદ, લૂદ અને અરામ. |
23
|
અરામના પુત્રો હતા: ઉસ, હૂલ, ગેથેર અને માંશ. |
24
|
આર્પાકશાદને ત્યાં શેલાહ જન્મ્યો અને શેલાહને ત્યાં હેબેર. |
25
|
હેબેરને બે પુત્રો હતા, એકનું નામ પેલેગ હતું, કારણ એના સમયમાં પૃથ્વીના લોકોમાં ભાગલા પડયા. એના ભાઈનું નામ યોકટાન હતું. |
26
|
યોકટાનના દીકરાઓ: આલ્મોદાદ, શેલેફ, હસાર્માંવેથ, યેરાહ હતા. |
29
|
ઓફીર, હવીલાહ, અને યોબાબ, એ નામે ઓળખાતી પ્રજાઓના પૂર્વજો હતા. |
30
|
તેમનો પ્રદેશ મેશાથી પૂર્વના પહાડી પ્રદેશમાં આવેલા સફાર સુધી વિસ્તરેલો હતો. |
31
|
આ થયા શેમના વંશજો, જેઓના પરિવાર ભાષા, પ્રદેશ અને રાષ્ટના એકમોમાં વ્યવસ્થિત હતા. |
32
|
એમના રાષ્ટો પ્રમાંણે, નૂહમાંથી ઊતરી આવેલા આ લોકો છે. વિનાશક જળપ્રલય પછી પૃથ્વીની બધી પ્રજાઓ નૂહના વંશજોમાંથી ઊતરી આવેલી છે. |
Genesis 10:11 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...