Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Books

Ezra Chapters

Ezra 8 Verses

1 આર્તાહશાસ્તા રાજાના શાસનકાળ દરમ્યાન બાબિલથી મારી સાથે જેઓ આવ્યા હતા તેઓના કુટુંબના વડવાઓના નામ આ મુજબ છે:
2 ફીનહાસના વંશજોમાંનો ગેશોર્મ; ઇથામારના વંશજોમાંનો દાનિયેલ; દાઉદના વંશજોમાંનો શખાન્યાનો પુત્ર હાટ્ટુશ.
3 પારોશના વંશજોમાંનો ઝખાર્યા; તેની સાથે વંશાવળી મુજબ 150 પુરુષો નોંધાયા હતા.
4 પાહાથ-મોઆબના વંશજોમાંથી ઝરાહ્યાનો પુત્ર એલ્યહોએનાય; તેની સાથે 200 પુરુષો હતા.
5 શખાન્યાના વંશજોમાંનો યાહઝીએલનો પુત્ર; તેની સાથે ત્રણસો પુરુષો હતા.
6 આદીનના વંશજોમાંનો યોનાથાનનો પુત્ર એબેદ; તેની સાથે 50 પુરુષો હતા.
7 એલામના વંશજોમાંના અથાલ્યાનો પુત્ર યશાયા; તેની સાથે સિત્તેર પુરુષો હતા.
8 શફાટયાના વંશજોમાંના મિખાયેલનો પુત્ર ઝબાદ્યા; તેની સાથે 80 પુરુષો હતા.
9 યોઆબના વંશજોમાંના યહીએલનો પુત્ર ઓબાદ્યા; તેની સાથે218 પુરુષો હતા.
10 શલોમીથના વંશજોમાંના યોસિફયાનો પુત્ર તેની સાથે 160 પુરુષો હતા.
11 બેબાયના વંશજોમાનાં બેબાયનો પુત્ર ઝર્ખાયા; તેની સાથે 28 પુરુષો હતા.
12 અઝગાદના વંશજોમાંના હાક્કાટાનનો પુત્ર યોહાનાન; તેની સાથે એકસો દશ પુરુષો હતા.
13 છેલ્લા અદોનીકામના વંશજો હતા; તેઓનાં નામ આ છે: અલીફેલેટ, યેઉએલ, શમાયા, ને તેઓની સાથે 60 પુરુષો હતા.
14 બિગ્વાયના વંશજોમાંના ઉથાય તથા ઝાબ્બૂદ; તેઓની સાથે 70 પુરુષો હતા.
15 અમે નદીને કિનારે એકઠા થયા જે આહવા તરફ વહેતી અને ત્યાં ત્રણ દિવસ માટે પડાવ નાખ્યો. તે દરમ્યાન મેં બંદીવાસમાંથી આવેલા લોકોની યાદી તપાસી તો મને ખબર પડી કે તેમાં યાજકો હતા પણ એક પણ લેવી નોંધાયો ન હતો.
16 તેથી મેં અલીએઝેર, અરીએલ, શમાયા, એલ્નાથાન, યારીબ, નાથાન ઝખાર્યા અને મશુલ્લામ તથા લેવી આગેવાનોને તેડાવ્યા. વળી મેં યોયારીબ અને એલ્નાથાન બોધકોને પણ બોલાવ્યા, કારણકે તેઓ ખૂબ અભ્યાસી માણસો હતા.
17 અને તેમને આશ્શૂરના યહૂદી સમાજના આગેવાન ઇદ્દો પાસે મોકલ્યા, અને તેમની મારફતે ઇદ્દોને અને આશ્શૂરમાં રહેતા તેના જાતભાઇઓને અમારા દેવનાં મંદિર માટે સેવકો મોકલવા કહેવડાવ્યું.
18 અને અમારા પર દેવની કૃપા હતી. એટલે તેમણે અમારી પાસે નીચે પ્રમાણે સેવકો મોકલ્યા:ઇસ્રાએલના પુત્ર લેવીના પુત્ર માહલીનો વંશજ શેરેબ્યા, તેના ભાઇઓ અને તેના પુત્રો, કુલ 18 પુરુષો. શેરેબ્યા ખૂબ હોશિયાર માણસ હતો.
19 મરારીના વંશજો હશાબ્યા અને યશાયા, તેના ભાઇઓ તથા તેઓના પુત્રો કુલ
20 પુરુષો. 20 દાઉદે તથા તેના સરદારોએ મંદિરની સેવાને માટે જે નથીનીમને નીમ્યા હતા, તેઓમાંના 220 ને; એ બધાનાં નામ દર્શાવેલા હતાં.
21 અમે આહવા નદીને કિનારે હતા ત્યારે મેં ઉપવાસની જાહેરાત કરી, જેથી અમે અમારા દેવની આગળ પોતાને નમ્ર બનાવીએ; અમે પ્રાર્થના કરી કે તે અમારું, અમારા બાળકોનું તથા અમારા સામાનનું મુસાફરી દરમ્યાન રક્ષણ કરે.
22 શત્રુઓથી માર્ગમાં અમારું રક્ષણ કરવા માટે રાજા પાસે પાયદળના સૈનિકો અને ઘોડેસવારોની માગણી કરતાં મને શરમ આવી. કારણ અમે રાજાને કહ્યું હતું કે, “જે કોઇ દેવની આરાધના કરે છે તેના પર દેવ પ્રસન્ન થાય છે અને તેમનું કલ્યાણ કરે છે, પણ જે કોઇ તેના પ્રત્યે વિમુખ હોય છે તેના પર તેનો ભયંકર કોપ ઉતરે છે.”
23 આથી અમે ઉપવાસ કર્યો અને સુરક્ષિત મુસાફરી માટે દેવને પ્રાર્થના કરી, અને તેણે અમારી પ્રાર્થના સાંભળી.
24 પછી મેં યાજકોમાંથી બાર આગેવાનોને પસંદ કર્યા, મેં શેરેબ્યાને, હશાબ્યાને તથા તેના ભાઇઓમાંથી દસને પસંદ કર્યા;
25 મેં તે બધું સોનુ ચાંદી અને બીજી વસ્તુઓનું વજન કર્યુ જે રાજાએ, તેના સલાહકારોએ, અધિકારીઓએ અને ત્યાં હાજર રહેલા બધાં ઇસ્રાએલીઓએ દેવના મંદિર માટે આપ્યું હતું.
26 મેં તેમને 22,100 કિલો ચાંદી, 3,400 કિલો વજનના ચાંદીના વાસણો, 3,400 કિલોગ્રામ સોનું.
27 સોનાનાં 20 ઘડાઓ, જેનું વજન 81/2 કિલોગ્રામ હતું, અને પિત્તળના બે વાસણો, જે સોના જેટલાં જ કિંમતી હતાં તે આપ્યાં.
28 અને મેં તે યાજકોને કહ્યું, “તમે યહોવાને સમપિર્ત થયેલા છો, તેમ આ વાસણો પણ યહોવાને સમપિર્ત થયેલા છે. આ સોનું અને ચાંદી તમારા પિતૃઓના દેવ યહોવાને સ્વેચ્છાએ ધરાવેલી ભેટ છે.”
29 મેં તેઓને કહ્યું, “આ ખજાનાને કાળજીપૂર્વક સંભાળજો; મંદિરે પહોંચો ત્યાં સુધી એનું રક્ષણ કરજો. ત્યાં યહોવાના મંદિરના ભંડારના ઓરડાઓમાં યાજકોના અને લેવીઓના આગેવાનો તથા યરૂશાલેમના ઇસ્રાએલીઓનાં કુટુંબના વડાઓની સમક્ષ વજન કરીને સોંપી દેજો.”
30 આથી યાજકોએ અને લેવીઓએ યરૂશાલેમ દેવના મંદિરે લઇ જવા માટે ચાંદી, સોનું અને વાસણો સંભાળી લીધાં.
31 અમે પહેલા મહિનાને બારમે દિવસે આહવા નદીથી યરૂશાલેમ આવવા ઊપડ્યા. અમારા પર દેવની કૃપાષ્ટિ હતી અને તેણે માર્ગમાં દુશ્મનોનાં હુમલાથી અને ચોર લૂંટારાથી અમારું રક્ષણ કર્યુ.
32 અને આમ અમે યરૂશાલેમ પહોંચ્યા પછી અમે ત્રણ દિવસ આરામ લીધો.
33 અને ચોથે દિવસે, યાજક ઊરિયાનો પુત્ર મરેમોથ, ફીનહાસનો પુત્ર એલઆઝાર, યેશુઆનો પુત્ર યોઝાબાદ અને બિન્નઇનો પુત્ર નોઆદ્યાએ ચાંદી, સોનું અને બીજી કિંમતી વસ્તુઓનું અમારા દેવનાં મંદિરમાં વજન કર્યુ.
34 દરેક વસ્તુઓનું ગણીને વજન કરવામાં આવ્યું હતું અને તે સમયે સોના અને ચાંદીનું કુલ વજન નોંધી લેવાયું હતું.
35 ત્યારપછી જેઓ દેશવટેથી પાછા ફર્યા હતા, તેમણે આખા ઇસ્રાએલ તરફથી યહોવાને બાર બળદો અર્પણ કર્યા, 96 ઘેટાં, 77 ઘેટાંઓ દહનાર્પણ તરીકે, અને પાપાર્થાર્પણ તરીકે બાર બકરા ધરાવ્યાં; તેઓએ આ બધું જ યહોવાને દહનાર્પણ રૂપે ચઢાવ્યું.
36 રાજાનો હુકમ ફાત નદીની પશ્ચિમ તરફના સર્વ રાજ્યોમાં તેના સરદારોને તેમજ પ્રશાશકોને જણાવવામાં આવ્યો અને તે નેતાઓએ લોકોને અને દેવના મંદિરના કામમાં ઘણો જ સહકાર આપ્યો.
×

Alert

×