બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઇ ગયો હતો, તેઓમાંથી જે માણસો છૂટીને યરૂશાલેમમાં તથા યહૂદામાં પોતપોતાના નગરમાં પાછા આવ્યા તેઓનાં નામોની યાદી આ પ્રમાણે છે:
તેલ-મેલાહ, તેલ હાર્શા, ખરૂબ, અદ્દાન, તથા ઇમ્મેરમાંથી પાછા આવેલા લોકો અને જેઓ ઇસ્રાએલીઓમાંના હતાં કે નહિ એમ સાબિત કરવા માટે પોતાના પૂર્વજોની વંશાવળી દેખાડી શક્યા નહિ, તેઓ આ છે:
યાજકોના ત્રણ કુટુંબો: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાઝિર્લ્લાય જે ગિલયાદી બાઝિર્લ્લાયની પુત્રીઓમાંથી એકને પરણી લાવ્યો હતો ને જેથી તેનું એ નામ પાડ્યું હતું તેના વંશજો.
ઉરીમ અને તુમ્મીમ દ્વારા તપાસ કરી કે તેઓ સાચેજ યાજકોના વંશજો છે કે નહિ એ નક્કી થાય ત્યાં સુધી પ્રશાશકેે અર્પણોના હિસ્સામાંથી પણ ખાવાની તેઓને મના કરી હતી.
યાજકો, લેવીઓ તથા બીજા કેટલાક લોકો યરૂશાલેમમાં તથા નજીકના ગામોમાં વસ્યા. ગવૈયાઓ, દ્વારપાળો અને મંદિરના સેવકો અને બાકી બચેલાં ઇસ્રાએલીઓ પોતાના નગરમા વસ્યા.