ઇસ્રાએલીઓ સાથેના માંરા પ્રવાસ દરમ્યાન મેં કદી ઇસ્રાએલની કોઇપણ જાતિને કે જેને મેં માંરા ઇસ્રાએલના લોકો પર નિયંત્રણ કરવાનો હૂકમ કર્યો હતો કે, ‘તમે માંરે માંટે દેવદારના લાકડાનું મંદિર બંધાવો?’
“તો તારે માંરા સેવક દાઉદને એમ કહેવું પડશે કે, ‘સર્વસમર્થ યહોવાનાં આ વચન છે; તું જ્યારે બહાર ચરાણમાં ઘેટાંઓનું ધ્યાન રાખતો હતો. ત્યારે હું તને લઇ આવ્યો અને તને માંરી ઇસ્રાએલ પ્રજાનો આગેવાન મેં બનાવ્યો.
તું જયાં જયાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું. અને તારી આગળના બધા દુશ્મનોનો મેં નાશ કર્યો છે. હું તને પૃથ્વીના મહાપુરુષોના જેવો વિખ્યાત બનાવીશ.
(10-11) મેં માંરી ઇસ્રાએલી પ્રજા માંટે એક જગા પસંદ કરી છે. હું ત્યાં તેઓને વસાવીશ. તે તેઓનું પોતાનું સ્થાન બનશે. અને કોઈ તેઓને ત્યાંથી દૂર કરશે નહિ. મેં એમના માંર્ગદર્શન કરવા ન્યાયાધીશો નીમ્યા ત્યારથી આજ સુધી દુષ્ટ લોકો તેમને રંજાડતા આવ્યા છે; પણ હવે એમ નહિ થાય. સર્વ શત્રુઓ તરફથી હું તને શાંતિ આપીશ. યહોવા પોતે તને કહે છે કે તે તારા માંટે તારું કુટુંબ સ્થાપન કરશે.
હું તેનો પિતા થઈશ, અને તે માંરો પુત્ર થશે. અને તે જે કંઇ પણ ખોટું કરશે, તો હું તેને બાપની જેમ સજા કરીશ, તેને સજા કરવા હું બીજા લોકોનો ઉપયોગ કરીશ, તેઓ માંરા ચાબખા બનશે. છતાં
ત્યાર બાદ દાઉદે મુલાકાતમંડપમાં યહોવાની સમક્ષ બેસીને પ્રાર્થના કરી, “હે યહોવા દેવ, માંરા જેવા તુચ્છ માંણસ ઉપર તમે શા માંટે તમાંરા આશીર્વાદોની વૃષ્ટિ કરી છે?
અને તેમ છતાં પણ આ આશીર્વાદ પૂરતા ના હોય તેમ તમે માંરા કુળને ભવિષ્ય માંટે પણ આશીર્વાદ આપ્યા છે, ઓ યહોવા માંરા પ્રભુ, તમે હંમેશા લોકો સાથે આ પ્રમાંણે વ્યવહાર કરતાં નથી. શું તમે, કરો છો?
“આ પૃથ્વી ઉપર તમાંરી ઇસ્રાએલી પ્રજા જેવા બીજા લોકો છે જેમને તમે ગુલામીમાંથી મુકિત અપાવી અને તમાંરા પોતાના લોકો બનાવ્યા? તમે મિસરમાં અમને ગુલામીમાંથી મુકત કર્યા. તમે અમને બીજા દેશો અને તેઓના દેવોમાંથી છોડાવ્યા, તમે મહાન અને અદ્ભૂત કાર્યો તમાંરી પ્રજા અને ઇસ્રાએલ માંટે કર્યા.
જેથી સદાકાળ તમાંરા નામનો મહિમાં થાય, અને લોકો કહેશે કે, ‘સર્વસમર્થ યહોવા દેવ, ઇસ્રાએલ પર રાજ્ય કરે છે!” આમ તમાંરી સમક્ષ તમાંરા સેવક દાઉદનું કુળ સદા સ્થિર સ્થાવર સ્થાપિત રહે.’