English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

2 Samuel Chapters

2 Samuel 24 Verses

1 યહોવા ફરી એક વાર ઇસ્રાએલીઓ ઉપર કોપાયમાંન થયા; અને તેણે દાઉદને ઇસ્રાએલીઓનો વિરોધી બનાવ્યો તેણે તેને કહ્યું, “જા ઇસ્રાએલની વસ્તી અને યહૂદાના લોકોની ગણતરી કર.”
2 તેથી દાઉદે યોઆબને અને તેના લશ્કરના સેનાપતિને કહ્યું, “જાઓ, અને દાનથી બેર-શેબા સુધી ઇસ્રાએલના કુળની વસ્તીની ગણતરી કરી આવ. માંરે જાણવું છે માંરા લોકોની સંખ્યા કેટલી છે.”
3 પણ યોઆબે કહ્યું, “આપના દેવ યહોવા આપને સો ગણા વધારે લોકો આપે. અને આપની આંખો આ થતી જૂઓ! પણ આપને લોકોની સંખ્યા ગણવાનો આ વિચાર શાથી આવ્યો?”
4 પરંતુ રાજાએ સખ્તાઇથી આગળ યોઆબ અને લશ્કરના અમલદારોને લોકોની ગણતરી કરવાનો હુકમ કર્યો તેથી તેઓ રાજાની પરવાનગી લઇ ઇસ્રાએલના લોકોની સંખ્યા ગણવા ગયા.
5 તેઓએ યર્દન નદી ઓળંગી અને યાઝેર પાસે ગાદની ખીણની વચમાં નગરની જમણી બાજુએ અરોએરમાં છાવણી નાખી.
6 પછી તેઓ ગિલયાદ ગયા અને છેક નીચે તાહતીમ હોદશી ગયા. ત્યાર પછી તેઓ ઉત્તર તરફ દાન યાઆન થઇને સિદોન ગોળ ફરીને આવ્યા.
7 પછી તેઓ સૂરના મજબૂત કિલ્લામાં તથા હિવ્વીઓનાં ને કનાનીઓનાં સઘળાં નગરોમાં આવ્યાં; અને યહૂદાના દક્ષિણ ભાગમાં બેર-શેબા ગયા.
8 આમ, તેઓ આખા દેશમાં ફર્યા અને નવ મહિના ને વીસ દિવસ પછી તેઓ પાછા યરૂશાલેમ આવ્યા.
9 યોઆબે રાજાને દેશના લોકોની કુલ સંખ્યા રજૂ કરી; હથિયાર ચલાવી શકે તેવા માંણસો ઇસ્રાએલમાં 8,00,000 માંણસો અને યહૂદામાં 5,00,000 માંણસો હતાં.
10 દાઉદનું અંત:કરણ વસ્તી ગણતરી કરાવ્યા પછી ડંખવા લાગ્યું. તેણે યહોવાને કહ્યું, “મેં જે કર્યું છે તે ખોટું છે. કૃપા કરીને માંરી આ મૂર્ખતાભરી દુષ્ટતા બદલ મને ક્ષમાં કરો.”
11 પણ બીજે દિવસે જ્યારે દાઉદ ઊઠયો ત્યારે દાઉદના પ્રબોધક ગાદને યહોવા તરફથી આ સંદેશો મળ્યો હતો કે,
12 “દાઉદને જઈને કહે કે, ‘યહોવા આ પ્રમાંણે કહેવડાવે છે; હું તારી આગળ ત્રણ વાત મૂકું છું. તું ગમે તે એક પસંદ કર એટલે હું તે પ્રમાંણે કરીશ.”‘
13 તેથી પ્રબોધક ગાદે દાઉદ પાસે જઈને કહ્યું, “તારા દેશમાં ત્રણ વરસ દુષ્કાળ પડશે, અથવા તારે ત્રણ મહિના સુધી દુશ્મનોથી ભાગતા ફરવું પડશે, અથવા તારા દેશમાં ત્રણ દિવસે રોગચાળો ફાટી નીકળે, તને શું પસંદ છે?હવે વિચાર કરીને મને કહે કે મને મોકલનાર દેવને માંરે શો જવાબ આપવો?”
14 દાઉદે ગાદને કહ્યું, “આ બાબતમાં નિર્ણય કરવો અતિ મુશ્કેલ છે. પરંતુ માંણસોના હાથમાં પડવું તેના કરતાં હું દેવના હાથમાં સોંપાવું પસંદ કરું છું કારણ કે તેઓ મહાદયાળુ છે.”
15 આથી યહોવાએ સમગ્ર ઇસ્રાએલમાં મરકીનો રોગ મોકલ્યો સવારથી તે ઠરાવેલા સમય સુધી; દાનથી બેર-શેબા સુધીમાં કુલ 70,000 માંણસોમરણ પામ્યા.
16 ત્યારબાદ (દેવદૂત) સંદેશવાહકે યરૂશાલેમનો નાશ કરવા માંટે તે તરફ હાથ લંબાવ્યો, પણ યહોવાને જે ખરાબ બન્યું હતું તે માંટે દિલગીરી થઇ અને લોકોનો સંહાર કરતા દેવદૂતને કહ્યું, ‘બસ, બહું થયું તારો હાથ પાછો ખેંચી લે.” એ વખતે (દેવદૂત) સંદેશવાહક યબૂસી અરાવ્નાહના ખળા પાસે હતો.
17 દાઉદે દૂતને લોકોનો સંહાર કરતા જોયો એટલે તેણે યહોવાને કહ્યું, “દોષ માંરો છે, પાપ મેં કર્યું છે, પણ આ ગરીબ લોકો, એમણે શું કર્યુ છે? સજા કરવી હોય તો મને અને માંરા કુટુંબને કરો.”
18 તે વખતે દિવસે ગાદે દાઉદની પાસે આવીને કહ્યું, “તું અરાવ્નાહની ખળીમાં જા અને યહોવાને માંટે તે જગ્યાએ એક વેદી બંધાવ.”
19 તેથી યહોવાની આજ્ઞાથી ગાદે આમ કહ્યું અને દાઉદ અરાવ્નાહહ ગયો.
20 અરાવ્નાહએ સામે જોયું તો તેણે રાજાને અને તેના અમલદારોને પોતાના તરફ આવતા જોયા, એટલે તે સામો આવ્યો અને ભૂમિ ઉપર લાંબો થઈને રાજાના પગમાં પડયો.
21 તેણે પૂછયું, “તમે માંરા રાજા, તમે તમાંરા સેવકને ત્યાં કેમ પધાર્યા છો?”દાઉદે ઉત્તર આપ્યો, “હું તારી આ જમીન ખરીદવા માંટે આવ્યો છું. અહીં હું યહોવાને માંટે યજ્ઞની વેદી બનાવીશ, જેથી લોકોમાં ફેલાયેલો મરકીનો રોગચાળાનો અંત આવે.”
22 અરાવ્નાહે કહ્યું, “આપ તે લઈ લો, અને આપને યોગ્ય લાગે તે રીતે તેનો ઉપયોગ કરો. ને અર્પણ કરો. દહનાર્પણ માંટે આ બળદો તૈયાર છે અને વેદી પર અગ્નિ માંટે ખળીના ઓજારો તથા બળદ માંટેની લાકડાની ઝૂંસરીનો પણ તમે ઉપયોગ કરી શકો છો.
23 અરાવ્નાહએ એ બધું રાજાને આપી દીધું અને કહ્યું, ‘આપના દેવ યહોવા આપના ઉપર પ્રસન્ન થાઓ!”
24 પણ રાજાએ કહ્યું, “ના, માંરે તને એના પૈસા આપવા જોઈએ. માંરા દેવ યહોવાને હું મફતનું દહનાર્પણ નહિ ધરાવું.” આથી દાઉદે પચાસ ચાંદીના શેકેલ આપીને ખળી અને બળદ ખરીદી લીધાં.
25 અને ત્યાં દાઉદે દેવ માંટે યજ્ઞવેદી બાંધી અને તેના પર દહનાર્પણ અને શાંત્યર્પણ અર્પણ કર્યા ત્યારે યહોવાએ દેશ માંટેની તેની પ્રાર્થના સાંભળી, અને તેણે યજ્ઞમાં અર્પણ કર્યા પછી ઇસ્રાએલનાં લોકોની માંદગી ચાલી ગઇ અને બધું સારું થયું. 
×

Alert

×