અને સરુયાનો પુત્ર યોઆબ દાઉદના માંણસોને હેબ્રોન લઇ ગયો. તેઓ ગિબયોન ગયા અને આબ્નેર અને ઇશબોશેથના અમલદારો ને તળાવ આગળ મળ્યા, આબ્નેરની ટોળકી તળાવની એક બાજુ અને યોઆબની ટોળકી બીજી બાજુ બેઠી.
દરેક જણે પોતાના હરીફના માંથાના વાળ પકડયા અને તેના શરીરની આરપાર પોતાની તરવાર ખોસી દીધી. અને એ રીતે તેઓ બધાજ એકી સાથે જમીન પર પડી મૃત્યુ પામ્યા, આથી તે સ્થળનું નામ “તરવારનીધારનું ખેતર” પડ્યું. જે ગિબયોનમાં છે.
આબ્નેરે કહ્યું, “માંરો પીછો કરવો છોડી દે, કોઈ સૈનિકને પકડ અને તેની પાસે જે કંઈ હોય તે લૂંટી લે.” પણ અસાહેલે તેનું માંન્યું નહિ અને તેની પાછળ દોડવાનું ચાલું જ રાખ્યું.
આબ્નેરે તેને ફરી એક વાર કહ્યું, “માંરો પીછો કરવો છોડી દે, શા માંટે તું માંરા હાથે મોત માંગે છે? જો એમ થાય તો હું તારા ભાઈ યોઆબને માંરું મોંઠુ શી રીતે દેખાડું?”
છતાં અસાહેલે પાછા ફરવાનો ઇન્કાર કર્યો, એટલે આબ્નેરે ભાલાનો પાછલો છેડો તેના પેટમાં એટલા જોરથી માંર્યો કે તે શરીરમાં થઈને આરપાર નીકળ્યો.અસાહેલ જમીન પર ઢળી પડયો અને ત્યાં જ મૃત્યુ પામ્યો, અસાહેલ જયાં મરેલો પડયો હતો ત્યાં જે કોઈ આવતા તે બધા ઊભા રહી જતા.
યોઆબ અને તેના માંણસો અસાહેલના શબને બેથલેહેમ લઈ ગયાં, અને તેના પિતાની કબરમાં દફનાવ્યો.તે પછી આખી રાત તેઓ ચાલ્યા, અને તેઓ સવાર પડતાં હેબ્રોન આવી પહોંચ્યા.