યહોવાએ તેને રકતપિત્તનો રોગી બનાવ્યો, અને મરતાં સુધી તે રોગથી પીડાતો રહ્યો. તેથી તેને બધા કાર્યોથી મુકત કરવામાં આવ્યો અને તે પોતાના ઘરમાં એકલો રહેતો હતો, તેનો પુત્ર યોથામે મહેલનો કબજો લઇને દેશના લોકો પર શાસન કર્યું.
તેણે તેના પિતૃઓની જેમ યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ, તેણે નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓ પાસે જે પાપકમોર્ કરાવ્યાં હતાં તે પાપકમોર્ છોડયાં નહિ.
ઇસ્રાએલના નવા રાજાનું નામ શાલ્લૂમ હતું, તેના પિતાનું નામ યાબેશ હતું. તેણે સમરૂનમાં એક માસ રાજ કર્યું. એ રાજા થયો ત્યારે યહૂદામાં ઉઝિઝયા રાજા છેલ્લા 39 વર્ષથી રાજ કરતો હતો.
એ સમય દરમ્યાન મનાહેમ તિર્સાહથી આવ્યો અને તિફસાહને હરાવ્યો. તેણે નગરમાં તથા આજુબાજુના પ્રદેશોમાં વસતાં સૌ લોકોનો સંહાર કર્યો; કારણ કે એ લોકોએ તેના માટે નગરનાં દ્વાર ખોલ્યાં નહોતાં, તેણે નગરની સર્વ સગર્ભા સ્રીઓનાં પેટ ચીરી નાખ્યાં.
તેના શાસન દરમ્યાન આશ્શૂરના રાજા પૂલે ઇસ્રાએલ પર આક્રમણ કર્યુ. ઇસ્રાએલમાં પોતાની સત્તા મજબૂત કરવામાં તેની મદદ મેળવવા માટે મનાહેમે તેને 34,000 કિલોચાંદી આપી.
તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ હતું. તેણે નબાટના પુત્ર યરોબઆમે જે પાપકમોર્ શરુ કર્યા હતાં તે કરવાનું ચાલુ રાખ્યું, તેણે તે વસ્તુઓ છોડી નહિ.
રમાલ્યાનો પુત્ર પેકાહ તેનો સેનાપતિ હતો, તેણે તેની સામે બળવો કર્યો અને કાવતરું કર્યું; જેમાં તેણે સમરૂનનાં રાજમહેલના કિલ્લામાં 50 માણસોને મારી નાંખ્યા. તેણે અને ગિલયાદના 50 માણસોએ પકાહ્યાને, આગોર્બ અને આયેર્હને પણ ત્યાં મારી નાખ્યા. પછી પોતે ગાદી પર બેઠો.
તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓ પાસે જે પાપકમોર્ કરાવ્યાં હતાં તે કરવાનું તેણે ચાલું રાખ્યું. તેણે તે વસ્તુઓ છોડી નહિ.
પરંતુ અગત્યની જગ્યાના થાનકોને હજી દૂર કરવામાં આવ્યાં નહોતાં, અને લોકો હજી ત્યાં બલિદાનો અર્પણ કરતાં હતાં અને ધૂપ બાળતા હતાં. (તે એ વ્યકિત હતો જેણે યહોવાના મંદિરનો ઉપરનો દરવાજો બંધાવ્યો હતો.)