એટલે કિર્યાથ-યઆરીમના લોકો આવીને યહોવાનો પવિત્રકોશ લઈ ગયા. તેઓ તેને ટેકરી ઉપર આવેલા અબીનાદાબને ઘેર લઈ ગયા. અને તેમણે તેના પુત્ર એલઆઝારની એની સંભાળ રાખવા નિમણૂક કરી.
શમુએલે બધા ઇસ્રાએલીઓને કહ્યું, “તમે જો હૃદયપૂર્વક યહોવાની તરફ વળશો તો તમાંરે બીજા દેવોની પ્રતિમાંઓ અને આશ્તારોથની મૂર્તિઓ કાઢી નાખવી પડશે; તમાંરે સંપૂર્ણપણે યહોવાને સમપિર્ત થવું પડશે અને માંત્ર યહોવાની સેવા કરવી પડશે! તો યહોવા તમાંરું પલિસ્તીઓથી રક્ષણ કરશે.”
આથી બધા ઇસ્રાએલીઓ મિસ્પાહમાં ભેગા થયા. તેમણે પાણી લીધું અને યહોવાની આગળ રેડ્યું, ને તે દિવસે તેમણે ઉપવાસ કર્યો, અને કહ્યું, “અમે યહોવા વિરુદ્ધ પાપો કર્યા છે.” શમુએલે મિસ્પાહમાં ઇસ્રાએલી લોકોના ન્યાયાધીશ તરીકે સેવા બજાવી.
પલિસ્તીઓએ જયારે સાંભળ્યું કે ઇસ્રાએલીઓ મિસ્પાહમાં ભેગા થયા છે ત્યારે પલિસ્તી સરદારો ઇસ્રાએલીઓ ઉપર હુમલો કરવા લશ્કર લઈને ઊપડ્યા. આ સમાંચાર સાંભળીને ઇસ્રાએલીઓ ગભરાઇ ગયા.
શમુએલ દહનાર્પણ કરતો હતો એટલામાં પલિસ્તીઓ ઇસ્રાએલની સાથે લડાઈ કરવા માંટે પાસે આવ્યા; પરંતુ તે દિવસે યહોવાએ પલિસ્તીઓ પર મોટા ધડાકા સાથે ગર્જના કરીને તેઓને હરાવ્યા; તેઓ ઇસ્રાએલીઓ સામે હારીને ભાગી ગયા.
એફોનથી ગાથ સુધીનાં શહેરો જે પલિસ્તીઓએ ઇસ્રાએલીઓ પાસેથી કબજે કર્યા હતા, તે બધાં શહેરો તેમને પાછાં સોંપી દેવામાં આવ્યાં, આ શહેરોની આસપાસની જગ્યા પણ ઇસ્રાએલીઓને પાછી મળી. વળી ઇસ્રાએલીઓ અને અમોરીઓ વચ્ચે પણ સુલેહશાંતિ જળવાઈ રહી.
રામાં શમુએલનું વતન હતું. તેથી તે રામાં જતો હતો. એ શહેરથી શમુએલ ઇસ્રાએલી લોકો પર રાજ્ય કરતો હતો અને તેમનો ન્યાય કરતો હતો અને ત્યાં યહોવા માંટે એક વેદી પણ બાંધી.