તૂરનો રાજા હીરામ રાજા દાઉદ સાથે સંલગ્ન થઇ ગયો, તેણે પોતાના નોકરોને સુલેમાંન રાજા પાસે મોકલ્યા; કારણ કે તેણે જાણ્યું હતું કે દાઉદનો પુત્ર સુલેમાંન ઇસ્રાએલના નવા રાજા તરીકે અભિષિકત થયો છે.
તું જાણે છે કે, “માંરા પિતા યહોવા દેવના માંનમાં મંદિર બાંધી શકયા નહિ, કારણ કે તેમને આજુબાજુના દુશ્મન રાજયો સાથે ઘણાં યુદ્ધો કરવાં પડયાં હતાં, અને યહોવા શાંતિ સ્થાપન કરે તેની તે રાહ જોતા હતા.
“તેથી હવે હું માંરા યહોવા માંટે મંદિર બનાવી શકું અને હું તેમ કરવા માંટે યોજના કરું છું, એ કામ માંરે કરવાનું છે એવી સૂચના યહોવાએ માંરા પિતાને આપી હતી. યહોવાએ તેમને કહ્યું હતું, તારા પછી તારા પુત્રને હું તારા રાજયાસન પર બેસાડીશ. તે માંરા નામ માંટે થઇને મંદિર બંધાવશે.
તેથી હવે લબાનોનમાં તમાંરા સેવકોને માંરા માંટે દેવદાર વૃક્ષ કાપવા હુકમ કરો, માંરા સેવકો તમાંરા સેવકોની સાથે રહેશે; અને તમે જે પ્રમાંણે કહેશો તે મુજબ હું તમાંરા સેવકોને વેતન ચૂકવી આપીશ; કારણ કે તમે જાણો છો કે, કોઇ પણ ઇસ્રાએલી સિદોનીઓની જેમ કેવી રીતે વૃક્ષો કાપવા તે જાણતો નથી!”
જયારે હીરામે સુલેમાંનનો સંદેશો સાંભળ્યો ત્યારે તે ખૂબ પ્રસન્ન થયો; તેણે કહ્યું, “યહોવાની સ્તુતિ થજો! કારણકે તેમણે દાઉદને આ મહાન પ્રજા પર રાજ્ય કરવા એક શાણો પુત્ર આપ્યો છે.”
હીરામે રાજા સુલેમાંનને સંદેશો મોકલ્યો કે, “તમે દેવદારના અને ફરના વૃક્ષ કાપવા માંટેનો જે સંદેશો મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે, હું તમાંરી સઘળી ઇચ્છાઓ પરિપૂર્ણ કરીશ.
તે તેઓમાંથી તે વારા પ્રમાંણે પ્રતિમાંસ 10000 માંણસોને લબાનોન મોકલતો હતો; તેઓ એક માંસ લબાનોનમાં અને બે માંસ પોતાના ઘેર રહેતા; અદોનીરામ બધાં મજૂરોનો ઊપરી હતો.