1
|
હે દેવ, મારી પ્રાર્થના સાંભળો અને મારી અરજી પર ધ્યાન આપો. |
2
|
જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું આપને પ્રાર્થના કરીશ! હું પોતે સુરક્ષાનો મજબૂત ખડક ચઢી શકતો નથી, તેથી તે પર તમે મને લઇ જજો. |
3
|
તમે મારૂં આશ્રય છો અને મજબૂત બૂરજ છો જે મને મારા શત્રુઓથી બચાવે છે! |
4
|
હું સદાકાળ તમારા મંડપમાં રહીશ, અને તારી પાંખોના આશ્રયે રહીશ. |
5
|
હે દેવ, મેં તમને કરેલી પ્રતિજ્ઞાઓ તમે સ્વીકારી છે. જેઓ તમારો ડર રાખે છે અને તમારો આદર કરે છે તેને તમે ઉપહાર આપો છો. |
6
|
રાજાના વષોર્માં વૃદ્ધિ કરો જેથી તે આવનાર પેઢીઓ સુધી જીવે. |
7
|
તે સદાકાળ દેવની સંમુખ રહેશે. તેની રક્ષા કરવા સત્ય ને કૃપા તૈયાર રાખજો. |
8
|
હું, નિરંતર તમારા નામની સ્તુતિ ગાઇશ અને દરરોજ મારી પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરીશ. |
Psalms 61:6 English Language Bible Words basic statistical display
COMING SOON ...