1
|
હે દેવ, મારા પર દયા કરો, કારણ, મારો આત્મા તારા શરણ આપ્યો છે, આ તોફાન શમી જાય ત્યાં સુધી હું તમારી પાંખોની છાયામાં આશ્રય લઇશ. |
2
|
હું પરાત્પર દેવને પ્રાર્થના કરીશ, તે દેવને જે મારી સંપૂર્ણ સંભાળ રાખે છે. |
3
|
તે આકાશમાંથી સહાય મોકલશે અને મને બચાવશે. જેઓ મને નુકશાન કરવા માગે છે તેમનાથી મને ઉગારશે. |
4
|
મારું જીવન જોખમમાં છે. હું માનવભક્ષી સિંહોનાં જેવા હિંસક દુશ્મનોથી ઘેરાયો છું. તેમના દાંત તીર ને ભાલાં જેવા છે, તેમની જીભ જાણે ધારદાર તરવાર સમાન છે. |
5
|
હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો. તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ. |
6
|
મારા શત્રુઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે, મને પ્રબળ દુશ્મનોએ નીચો નમાવી દીધો છે; તેઓએ મારા માર્ગમાં ખાડો ખોધ્યો છે; જુઓ! તેમાંજ તેઓ પોતે પડી ગયા છે. |
7
|
હે દેવ! મારું હૃદય તૈયાર છે, મારું હૃદય તમારો વિશ્વાસ કરવા માટે અડગ છે. હું દેવ સ્તોત્રો ગાઇશ. |
8
|
હે મારા આત્મા, મારી વીણા અને તંબુરાઓ જાગ્રત થાઓ, હું પ્રભાતમાં વહેલો જાગીશ, ને હું પરોઢને આવકાર આપીશ. |
9
|
હે યહોવા, હું રાષ્ટો વચ્ચે તમારી પ્રશંસાના ગીતો ગાઇશ. બધા લોકો પાસે હું તમારા વિષે ગાઇશ. |
10
|
તમારો પ્રેમ એટલો મહાન છે કે તે આભને આંબે છે. તમારી વિશ્વસનીયતા પણ આકાશ જેટલી ઉંચે પહોંચે છે. |
11
|
હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો. તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થા |
Psalms 57:2 English Language Bible Words basic statistical display
COMING SOON ...