1
|
યહોવાની સ્તુતિ કરો; તેમની સમક્ષ નવું ગીત ગાઓ; સંતોની સભામાં તેની સ્તુતિ કરો. |
2
|
ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો; સિયોનના લોકો, તમારા રાજાની નિકટતાનો આનંદ મનાવો. |
3
|
તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ડફ તથા વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ. |
4
|
કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે; અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે. |
5
|
તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે; પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ. |
6
|
તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ; અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો. |
7
|
તેઓ બીજા રાષ્ટોને સજા કરે અને તેમને પાઠ ભણાવે. |
8
|
તેઓના રાજાઓને અને આગેવાનોને; લોખંડની સાંકળોથી બાંધે. |
9
|
અને તેઓને દેવના ચુકાદો મુજબ તેઓ સજા કરે! યહોવા તેમના બધાં સંતોનો આદર છે. યહોવાની સ્તુતિ કરો. |
Psalms 149:7 English Language Bible Words basic statistical display
COMING SOON ...