2
|
“તું ઇસ્રાએલી પ્રજાને આ આજ્ઞાઓ આપ: જો કોઈ ઇસ્રાએલી કે તેઓની વચમાં રહેતો વિદેશી પોતાનાં બાળક મોલેખ દેવને ચઢાવવા આપે તો તેને મૃત્યુદંડ આપવો. |
3
|
હું પોતે તે માંણસની વિરુદ્ધ થઈશ, અને તેના લોકોમાંથી તેનો બહિષ્કાર કરીશ, કારણ તેણે મોલેખને પોતાનું બાળક ચઢાવીને માંરા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યુ છે. અને માંરા પવિત્ર નામને કલંકિત કર્યુ છે. |
4
|
જો કોઈ માંણસ પોતાનું બાળક મોલેખને ચઢાવે, ત્યારે દેશના લોકો જો આંખ આડા કાન કરે અને તેને મૃત્યુદંડ આપવાની ના પાડે, |
5
|
તો હું જાતે તેની અને તેના પરિવારની વિમુખ થઈ જઈશ, અને તેનો તથા તેની સાથે મોલેખની પૂજા કરનારા તથા માંરા તરફ વિશ્વાસઘાત દાખવનાર સૌ કોઈનો તેના લોકોમધ્યેથી બહિષ્કાર કરીશ. |
6
|
“જે કોઈ માંરા પ્રત્યે વિશ્વાસઘાત દાખવશે અને મધ્યસ્થી તથા જાદુગરો પાસે જઈને તેમની સલાહ લેશે, તેની હું વિમુખ થઈશ અને તેમના લોકોમાંથી તેનો હું બહિષ્કાર કરીશ. |
7
|
“તેથી તમાંરી જાતને શુદ્ધ અને પવિત્ર રાખો, કારણ કે, હું યહોવા તમાંરો દેવ પવિત્ર છું. |
8
|
તમાંરે કાળજીપૂર્વક માંરા સર્વ વિધિઓનું પાલન કરવું, કારણ હું તમને શુદ્ધ કરનાર યહોવા છું. |
9
|
“જો કોઈ પોતાના પિતાને અને માંતાને શાપ આપે તો તેને મૃત્યુદંડ આપવો. એણે પોતાના પિતાને કે માંતાને શાપ આપ્યો છે તેથી તે પોતાના મોત માંટે પોતે જ જવાબદાર ગણાય. |
10
|
“જે કોઈ પુરુષ પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે તો તેને અને સ્ત્રીને બંનેને મૃત્યુદંડ આપવો. |
11
|
જો કોઈ પુરુષ પોતાના પિતાની પત્ની સાથે કૂકર્મ કરે, તો તેણે પોતાના પિતાને કલંક લગાડયું છે, તે બંને મૃત્યુદંડને પાત્ર થાય. તેમના મોતની જવાબદારી તેમને માંથે છે. |
12
|
“જો કોઈ પુરુષ પોતાની પુત્રવધુ સાથે વ્યભિચાર કરે, તો તે બંનેને મૃત્યુદંડ આપવો. તેમણે અગમ્યગમન કર્યુ હોવાથી પોતાના મોત માંટે તેઓ પોતે જ જવાબદાર ગણાય. |
13
|
“જો કોઈ પુરુષ અન્ય પુરુષ સાથે સ્ત્રીની જેમ વ્યભિચાર કરે તો તે બંનેએ અમંગળ કર્યુ છે, તેમને મૃત્યુદંડ આપવો. તેમના મૃત્યુ માંટે તેઓ પોતેજ જવાબદાર છે. |
14
|
“જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને તેની માંતાને બંનેને પરણે કે વ્યભિચાર કરે તો તે દુષ્ટતા છે. તે પુરુષને અને તે સ્ત્રીઓને અગ્નિમાં બાળી મૂકવાં, તમાંરામાં લંપટતા હોવી જોઈએ નહિ. |
15
|
“જો કોઈ પુરુષ કોઈ પશુ સાથે કુકર્મ કરે, તો તેને મૃત્યુદંડ આપવો અને તે પશુને માંરી નાખવું. |
16
|
અને જો કોઈ સ્ત્રી કોઈ પશુ સાથે જાતીય સંબંધ કરે, તો તે સ્ત્રીને અને પશુને બંનેને માંરી નાખવાં કારણ, તેઓ એ જ શિક્ષાને લાયક છે. |
17
|
“જો કોઈ પુરુષ પોતાના પિતાની કે માંતાની પુત્રીને પરણે અને તેની સાથે જાતીય સંબંધ કરે તો એ અત્યંત લજ્જાસ્પદ છે. તેમનો વઘ જાહેરમાં કરવો. એ વ્યક્તિએ પોતાની બહેન સાથે વ્યભિચાર કર્યો છે માંટે તેનો સમાંજમાં બહિષ્કાર કરવો. તેનો દોષ પુરુષને માંથે છે. |
18
|
“જો કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે તેના ઋતુકાળ દરમ્યાન શારીરિક જાતીય સંબંધ કરે તો નિયમોનો ભંગ કરવા બદલ બંનેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો. |
19
|
“કોઈ પણ પુરુષે તેની માંસી કે ફોઈની સાથે શારીરિક જાતીય સંબંધ કરવો નહિ. એ અગમ્યગમન છે, કારણ, તેઓ તેના નજીકનાં સગાં છે, તેમને તેમના પાપની સજા થવી જ જોઈએ. |
20
|
“જો કોઈ માંણસ પોતાની કાકી સાથે કુકર્મ કરે તો તે પોતાના કાકાને કલંક લગાડે છે. એ બંનેને તેમનાં પાપની સજા થવી જ જોઈએ. તેઓ નિઃસંતાન અવસાન પામશે. |
21
|
“જો કોઈ પુરુષ પોતાના ભાઈની સ્ત્રી સાથે પરણે તો તે વ્યભિચાર ગણાય; તેણે એના ભાઈને કલંક લગાડયું છે એ બંને નિઃસંતાન રહેશે. |
22
|
“તમાંરે માંરા તમાંમ વિધિઓ અને નિયમોનું પાલન કરવું અને તેને અનુસરવું; હું તમને તમાંરા નવા દેશમાં લઈ જઈશ અને તમે માંરા કાયદાઓ અને નિયમોનું પાલન કરશો તો તે દેશ તમને હાંકી કાઢશે નહિ. |
23
|
તમાંરે ત્યાંના લોકોના રિવાજો પાળવા નહિ. એ બધા કૂકર્મો કરવા બદલ હું તેમને ધિક્કારું છું અને તે સૌને તમાંરી આગળથી હાંકી કાઢીશ. |
24
|
“મેં તમને તેઓનો દેશ આપવાનું વચન આપ્યું છે. તમે તે દેશના માંલિક બનો. હું જાતે તમને જયાં દૂધ અને મધનીરેલછેલ છ એવી એ ભૂમિનો કબજો આપીશ. “હું તામરો દેવ યહોવા છું. મેં તમને અન્ય પ્રજાઓથી જૂદા પાડયા છે. |
25
|
તેથી તમાંરે ખાદ્ય અને અખાદ્ય પશુઓ અને પંખીઓનો ભેદ પરખવો. તમાંરે એ અખાદ્ય પશુઓ, પંખીઓ અને પેટે ચાલનારા જીવો ખાઈને અશુદ્ધ થવું નહિ. |
26
|
મેં એ બધાંને અખાદ્ય ઠરાવ્યાં છે, એમને ખાવાથી અશુદ્ધ થશો, તમે માંરાજ છો અને પવિત્ર રહેવા બંધાયેલા છો, કારણ હું યહોવા પવિત્ર છું, મેં તમને આ બધા લોકોથી જુદા પાડયા છે જેથી તમે માંરા થઈ શકો.” |
27
|
“તમાંરામાંથી જે કોઈ પુરુષ કે સ્ત્રી ભૂતવૈદ હોય કે જાદુગર હોય તેને મૃત્યુદંડ આપવો. લોકોએ તેઓને પથ્થરો વડે માંરી નાખવાં તેઓના મોતની જવાબદારી તેમની પોતાની જ છે.” |
Leviticus 20:27 English Language Bible Words basic statistical display
COMING SOON ...