2
|
“ઇસ્રાએલના લોકોને કહે કે, ‘તેઓ માંરા માંટે ભેટ ઉધરાવે; પ્રત્યેક માંણસ રાજીખુશીથી જે કંઈ આપે તે તમાંરે ભેટ તરીકે સ્વીકારવું. |
3
|
તમાંરે તેમની પાસેથી આટલી વસ્તુઓ ભેટમાં સ્વીકારવી; સોનું, ચાંદી તાંબું અને ભૂરા, જાંબુડિયા તથા કિરમજી રંગનું કિંમતી ઊન; |
4
|
શણનું ઝીણું કાપડ તથા બકરાંના વાળ, |
5
|
ઘેટાનાં પકવેલાં લાલ રંગમાં રંગેલાં ચામડાં, તથા સીલ (માંછલી) નાં કુમાંશદાર ચામડાં, અને બાવળનાં લાકડાં. |
6
|
દીવા માંટે તેલ, અભિષેકના તેલને માંટે તથા સુવાસિત ધૂપને માંટે સુગંધીઓ, |
7
|
ઉરપત્ર અને એફોદમાં જડવા માંટે ગોમેદ પાષાણો અને અન્ય પાષાણો.” |
8
|
“અને તેઓ માંરા માંટે એક પવિત્ર સ્થાન બનાવે, જેથી હું તેમની વચ્ચે રહી શકું. |
9
|
હું મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાંનનો નમૂનો બતાવું તે પ્રમાંણે તમાંરે તે બનાવવું. |
10
|
“બાવળના લાકડાનો અઢી હાથ લાંબો, દોઢ હાથ પહોળો, અને દોઢ હાથ ઊંચો એક પવિત્રકોશ બનાવવો. |
11
|
અને તેને અંદરથી ને બહારથી ચોખ્ખા સોનાથી મઢી લેવો અને તેની ફરતે સોનાની પટ્ટી જડવી. |
12
|
પછી તેને ઊંચકવાનાં ચાર સોનાનાં કડાં બનાવવાં અને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં. |
13
|
બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે. |
14
|
અને કોશને ઉપાડવા માંટે એ દાંડા દરેક બાજુના કડામાં પરોવી દેવા. |
15
|
દાંડા કોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ. |
16
|
“અને હું તને કરારના સ્માંરક તરીકે જે બે પાટીઓ આપું તે તું તેમાં મૂકજે, |
17
|
વળી ચોખ્ખા સોનાનું અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું ઢાંકણું તમાંરે બનાવવું. |
18
|
અને બે કરૂબ દેવદૂતો ટીપેલા સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવવા. |
19
|
અને એક દેવદૂત એક છેડા પર, ને બીજા ઢાંકણના બીજા છેડા પર બેસાડવો, એ દેવદૂત ઢાંકણની સાથે એવી રીતે જોડી દેવા કે ઢાંકણ અને દેવદૂતો એક થઈ જાય. |
20
|
એ દેવદૂતોની પાંખો ઊચે આકાશ તરફ ફેલાયેલી રાખવી. તેમનાં મોં એકબીજાની સામે હોય અને તે ઢાંકણ તરફ વળેલાં હોય. |
21
|
“એ ઢાંકણ કોશ ઉપર મૂકવું અને કોશમાં હું તને આપું તે કરારની બે પાટીઓ મૂકવી. |
22
|
પછી હું તને ત્યાં મળીશ. અને કરારકોશ ઉપરના બે કરૂબદેવદૂતોની વચ્ચેથી હું તને ઇસ્રાએલીઓ માંટેની માંરી બધી આજ્ઞાઓ આપીશ.” |
23
|
“વળી તું બાવળના લાકડાનો બે હાથ લાંબો, એક હાથ પહોળો, અને દોઢ હાથ ઊંચો એક મેજ બનાવજે. |
24
|
અને તું તેને શુદ્ધ સોનાથી મઢજે, ને તેને ફરતી સોનાની કિનારી બનાવજે. |
25
|
અને તેને ફરતી તું ચાર આંગળની કોર બનાવજે, અને કોરની આસપાસ સોનાની કિનારી બનાવજે. |
26
|
અને એને ઉપાડવા માંટે સોનાનાં ચાર કડાં બનાવજે અને તેને ચાર ખૂણે ચાર પાયા સાથે જડી દેજે. |
27
|
મેજને ઉપાડવા માંટેની દાંડીઓ પરોવવાના કડાં કિનારની પાસે મૂકવાં. |
28
|
અને મેજ ઊચકવા માંટે બાવળના દાંડા બનાવજે અને તેને સોનાથી મઢજે. |
29
|
મેજ માંટે વાસણો બનાવજે; રકાબીઓ, વાટકા, પેય અને નૈવેધ માંટેના વાટકા તથા કડછીઓ; એ બધાં શુદ્ધ સોનાનાં બનાવજે. |
30
|
અને એ મેજ પર હંમેશા માંરી સંમુખ મને ધરાવેલી રોટલી મૂકી રાખજે. |
31
|
“વળી, એક શુદ્ધ સોનાની દીવી બનાવજે. તે દીવીની બેસણી અને થાંભલી સોનામાંથી ઘડીને બનાવજે, તેનાં શોભાના ફૂલો, કળીઓ અને પાંદડીઓ, દીવી સાથે જડીને એક કરી દેવાં. |
32
|
“એ દીવીને છ શાખા હોય-બંને બાજુએ ત્રણ ત્રણ. |
33
|
એ છમાંની દરેક શાખાને બદામના ફૂલના ઘાટનાં ત્રણ શોભાનાં ફૂલ હોય, અને પ્રત્યેકને કળીઓ અને પાંદડીઓ હોય. |
34
|
દીવીની થાંભલીને બદામનાં ફૂલના ઘાટનાં ચાર શોભાના ફૂલ હોય અને દરેકને કળીઓ અને પાંખડીઓ હોય, |
35
|
દીવીને છ ડાળી હોવી જોઈએ-દાંડીની બન્ને બાજુથી ત્રણ શાખા નીકળવી જોઈએ, શાખાની દરેક જોડીની નીચે એક એક કળી હોય, એ કળીએ અને ડાળીઓ દીવીની સાથે જડી દીધેલી હોય. |
36
|
અને બધુંજ શુદ્ધ સોનાની એક જ ડાળકીમાંથી ઘડીને બનાવેલું હોય. |
37
|
દીવી માંટે સાત કોડિયાં બનાવવાં અને એવી રીતે ગોઠવવાં કે તેમનો પ્રકાશ સામેની બાજુએ પડે. |
38
|
એના ચીપિયા અને તાસક શુદ્ધ સોનાના હોવા જોઈએ. |
39
|
આ બધાં સાધનો બનાવવા માંટે 75 પૌંડ શુદ્ધ સોનું વાપરજે. |
40
|
તેં પર્વત પર જોયેલા નમૂના પ્રમાંણે આ બધું બનાવવાની કાળજી રાખજે. |
Exodus 25:16 English Language Bible Words basic statistical display
COMING SOON ...