1
|
યોથામ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 16 વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ યરૂશા હતું. અને તે સાદોકની પુત્રી હતી. |
2
|
તેના પિતા ઉઝિઝયાએ જે સઘળું કર્યુ હતું તે પ્રમાણે તેણે યહોવાની ષ્ટિમાં જે સારું હતું તે કર્યુ; પરંતુ યહોવાના મંદિરમાં તે જતો નહિ; પણ લોકોએ ષ્ટ કાર્યો કરવાનું ચાલુ રાખ્યું. |
3
|
તેણે યહોવાના મંદિરનો ઉપલો દરવાજો બંધાવ્યો અને ઓફેલના કોટનું ઘણું બાંધકામ કરાવ્યું. |
4
|
તેણે યહૂદાના પહાડી પ્રદેશમાં નગરો બંધાવ્યાં અને જંગલોમાં કિલ્લાઓ અને બુરજો ચણાવ્યાઁ. |
5
|
તેણે આમ્મોનીઓના રાજા સાથે યુદ્ધ કરી તેને હરાવ્યો, અને તે વરસે આમ્મોનીઓએ તેને 3,400 કિલો ચાંદી, 10,000 માપ ઘઉં, તથા 10,000 માપ જવ સતત ત્રણ વર્ષ સુધી તેને આપતાં રહ્યાં. |
6
|
યોથામ પોતાના બધા નિર્ણયો દેવના માગોર્ને અનુસરીને લેતો હતો. તેથી તે ઘણો બળવાન બનવા પામ્યો. |
7
|
યોથામના રાજ્યના બીજા બનાવોની, તેના બધા યુદ્ધોની અને તેના રાજ્યવહીવટની નોંધ ઇસ્રાએલ અને યહૂદાના રાજાઓના વૃત્તાંતમાં લેવામાં આવેલી છે. |
8
|
તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 16 વર્ષ શાસન કર્યુ. |
9
|
ત્યારપછી તે પિતૃલોકને પામ્યો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ ગાદીએ આવ્યો. |
2-Chronicles 27:1 English Language Bible Words basic statistical display
COMING SOON ...