1
|
ઇસ્રાએલનો જયેષ્ઠ પુત્ર રૂબેન હતો, પણ તેણે પોતાના પિતાની એક પત્ની સાથે મેળાપ કરી પિતાનું અપમાન કર્યુ હતું, તેથી તેનો જયેષ્ઠપણાનો હક્ક તેના ભાઈ યૂસફને આપવામાં આવ્યો હતો. |
2
|
પોતાના ભાઈઓ કરતાં યહૂદા વધુ બળવાન નીવડયો, કારણ તેના વંશમાંથી એક રાજા થયો હતો, પણ યૂસફને મોટા પુત્રનો હક્ક મળ્યો હતો. |
3
|
ઇસ્રાએલના જયેષ્ઠપુત્ર રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લુ, હેસ્રોન તથા કામીર્. |
4
|
યોએલના વંશજો: તેનો પુત્ર શમાયા, તેનો પુત્ર ગોગ, તેનો પુત્ર શિમઈ; |
5
|
તેનો પુત્ર મીખાહ, તેનો પુત્ર રઆયા, તેનો પુત્ર બઆલ; |
6
|
તેનો પુત્ર બએરાહ, જેને આશ્શૂરનો રાજા, તિગ્લાથ-પિલ્નેસેર બંદીવાન કરીને લઈ ગયો હતો; તે રૂબેનીઓના કુલસમૂહના સરદાર હતા. |
7
|
તેઓની પેઢીઓની વંશાવળી ગણાઈ, ત્યારે તેઓનાં કુલસમૂહો પ્રમાણે તેના ભાઈઓ આ હતા: એટલે મુખ્ય યેઈએલ, પછી ઝખાર્યા. |
8
|
યોએલના પુત્ર શેમાના પુત્ર આઝાઝનો પુત્ર બેલા, જેઓ અરોએરમાં છેક નબો તથા બઆલમેઓને લગી રહેતા હતા. |
9
|
તેઓ, અરણ્યના પૂર્વ છેડાથી તે છેક ફ્રાત નદી સુધી વસેલા હતા કારણ કે ગિલયાદ દેશમાં તેઓ પાસે ઢોરોની સંખ્યા બહુ મોટી હતી. |
10
|
શાઉલ રાજાના સમયમાં તેઓએ યુદ્વમાં હાગ્રીઓને હરાવ્યા અને તેઓ ગિલયાદની પૂર્વ બાજુએ તેમના તંબૂ તાણીને વસ્યા. |
11
|
ગાદના કુલસમૂહો તેઓની સામી બાજુએ આવેલા બાશાન દેશમાં સાલખાહ સુધી વસતા હતા. |
12
|
યોએલ જેષ્ઠ હતો, બીજો શાફામ, અને ત્યાર પછી યાનાઈ, અને શાફાટ બાશાનમાં હતા. |
13
|
તેઓના ભાઇઓ મિખાયેલ, મશુલ્લામ, શેબા, યોરાય, યાકાન, ઝીઆ અને એબેર, એ કુલ સાત હતા. |
14
|
બૂઝના વંશજો હતા: યાહદો, તેનો પુત્ર યશીશાય, તેનો પુત્ર મિખાયેલ, તેનો પુત્ર ગિલયાદ, તેનો પુત્ર યારોઆહ, તેનો પુત્ર હૂરી, તેનો પુત્ર અબીહાઈલ, |
15
|
ગૂનીના પુત્ર આબ્દીએલનો પુત્ર અહીં તેના કુલનો આગેવાન હતો. |
16
|
આ કુટુંબ-કુલ બાશાનના પ્રદેશમાં આવેલા ગિલયાદમાં, તેના નાના ગામડાં ઓમાં, તથા શારોનનાઁ સર્વ ગૌચરોમાં વસતા હતા. |
17
|
યહૂદિયાના રાજા યોથામના સમયમાં તથા ઇસ્રાએલના રાજા યરોબઆમના સમયમાં તેઓ સર્વ ગાદના કુટુંબના ઇતિહાસમાં નોંધાયા હતા. |
18
|
રૂબેનના પુત્રો, ગાદીઓ, તથા મનાશ્શાનું અધુંર્ કુલસમૂહ, તેઓમાં ઢાલ તથા તરવાર બાંધી શકે એવા, ધનુવિર્દ્યા જાણનારા, યુદ્ધકુશળ, યુદ્ધમાં જઈ શકે એવા શૂરવીર પુરુષો 44,760 હતા. |
19
|
તેઓએ હાગ્રીઓની, યટૂરની, નાફીશની તથા નોદાબની સાથે યુદ્ધ કર્યુ. |
20
|
તેઓએ યુદ્ધમાં દેવને વિનંતી કરી; કારણ કે તેઓ તેમના પર શ્રદ્ધા રાખતા હતા; તેથી તેઓની વિરૂદ્ધ તેઓને દેવની સહાય મળવાથી હાગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા, તેઓ તેઓથી હારી ગયા. |
21
|
તેઓએ લૂંટમાં 50,000 ઊંટ, 2,50,000 ઘેટાં, 2,000 ગધેડાં અને 1,00,000 બંદીવાનો કબજે કર્યા. |
22
|
તેઓમાંના ઘણા તો માર્યા ગયા હતા, કેમ કે તે યુદ્ધ દેવનું હતું. તેઓ એમની જગ્યાએ બંદીવાસ થતાં સુધી વસ્યા. |
23
|
મનાશ્શાનું અર્ધ કુલસમૂહ બાશાનથી બઆલ-હેમોર્ન, સનીર અને હેમોર્ન પર્વત સુધીના વિસ્તારમાં ફેલાઇ ગયું હતું. તેઓની સંખ્યા બહુ જ મોટી હતી. |
24
|
તેઓના સરદારો આ હતા: એફેર, યિશઈ, અલીએલ, આઝીએલ, યમિર્યા, હોદાવ્યા, તથા યાહદીએલ; એ પરાક્રમી શૂરવીરો તથા નામાંકિત પુરુષો પોતપોતાના કુલના સરદારો હતા. |
25
|
તેઓએ પોતાના પિતૃઓના દેવ વિરૂદ્ધ પાપ કર્યુ, તેઓની આગળથી દેશના જે લોકોનો વિનાશ દેવે કર્યો હતો, તેઓના દેવોની ઉપાસના કરીને તેઓ ધર્મષ્ટ થયા. |
26
|
ઇસ્રાએલના દેવ આશ્શૂરના રાજા પૂલનું તથા આશ્શૂરના રાજા તિલ્ગાથ-પિલ્નેસેરનું મન ઉશ્કેર્યું, તેથી તેણે તેઓને, એટલે રૂબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અર્ધકુલસમૂહને, પકડી લઈ જઈને તેઓને હલાહ; હાબોર, હારામ અને ગોઝાન નદીને કાંઠે લાવીને વસાવ્યા; ત્યાં આજપર્યત તેઓ રહે છે. |
1-Chronicles 5:1 English Language Bible Words basic statistical display
COMING SOON ...